જો વર્ષો સુધી સે ક્સ કરવામાં ન આવે તો શરીરને થશે આવી અસર- દરેક યુવાનો ખાસ વાંચે

સોફી ફોન્ટાનેલ નામની એક પ્રસિદ્ધ લેખિકા છે. જે હાલ પેરિસમાં જ રહે છે. 27 વર્ષની ઉંમરે એક દિવસ અચાનક સોફીએ સેક્સથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. સોફીએ આ નિર્ણય કેમ કર્યો અને 12 વર્ષ સુધી સેક્સ ન કરવાથી તેમના જીવન પર કેવી અસર થઈ, તેનો ઉલ્લેખ તેણે લખેલી પોતાની બુક “આર્ટ ઓફ સ્લીપિંગ અલોન” માં કર્યો છે.

57 વર્ષની સોફીએ હાલના સમયમાં જ ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવતા કહ્યું હતું કે 12 વર્ષ સુધી સેક્સ ન કરવાથી તેનામાં કેવા પ્રકારનો શારીરિક અને માનસિક ફેરફાર આવ્યા હતા. સોફીએ જણાવતા કહ્યું હતું કે તે 22 વર્ષની હતી ત્યારે તેનો બોયફ્રેન્ડ બન્યો હતો અને પાંચ વર્ષ સુધી તેઓ રિલેશનશિપમાં રહ્યા હતા. આ દરમિયાન સોફી તે બધુ જ કરતી હતી કે જેનાથી તેનો બોયફ્રેન્ડ ખુશ થાય. પછી એક દિવસ સોફીને લાગ્યું કે બધાને ખુશ કરવાના ચક્કરમાં પોતાની સાથે જ કંઈ ખોટું નથી થઈ રહ્યુ ને? તે જાણવાની કોશિશ કરી કે શું તે પોતાનાથી સંતુષ્ટ છે? આવા સવાલો અચાનક સોફીના મનમાં ચાલવા લાગ્યા…

સોફીને પોતાની સેક્સ લાઈફ બોરિંગ લાગવા માંડી અને તેના માટે તે સ્વીકાર કરવું મશ્કેલ થઈ રહ્યું હતું. સોફી જણાવતા કહે છે કે, “સામાન્ય રીતે સેક્સમાં રસ ન હોવાને લોકો કોઈ મુશ્કેલી સમજે છે. ખાસ કરીને ફ્રાંસ દેશમાં ભોજન અને સેક્સને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે.”

સોફીએ પોતાના બોયફ્રેન્ડને કહ્યું કે તે એકલી રહેવા માંગે છે. મિત્રોએ સોફીને પુછ્યું કે તે શું અન્ય કોઈને પ્રેમ કરે છે? જવાબમાં સોફીએ જણાવતા કહ્યું કે તે પોતાની બોડીને થોડો આરામ આપવા માંગે છે. સોફી જાણવા માગતી હતી કે સેક્સ સિવાય તેનું શરીર બીજું શું ઈચ્છે છે. સોફીનું કહેવું છે કે શારીરિક સંબંધ બનાવતા સમયે સાથી પાર્ટનર પ્રતિ વિશ્વાસ હોવો જરૂરી છે. જેથી તમે શરીર, દિલ અને મગજથી તમારા પાર્ટનર સાથે રહી શકો. સોફીએ એક દિવસ હિંમત કરીને પોતાના પાર્ટનરને વાત કરી અને સેક્સથી દૂર રહેવાનો નિર્ણય કર્યો.

સોફીએ જણાવતા કહ્યું કે, “આ નિર્ણય કર્યા બાદ થોડા જ દિવસો પછી મને ખુશીનો અનુભવ થવા લાગ્યો. મને પોતાના નિર્ણય પર કોઈ પસ્તાવો નથી થતો. મારી અંદર અનેક ઈચ્છાઓ જન્મવા લાગી અને ખાસ વાતએ છે કે આ ઈચ્છઓ કોઈ પુરુષ પ્રત્યે નહોતી.’

સાથે-સાથે તે જણાવતા કહે છે કે, “હું ઘણું બધું કરવા માંગતી હતી. હું ફરવા માટે ગ્રીસ ગઈ, જ્યાં મેં સ્વિમિંગ શરૂ કર્યું, મને અનુભવાયું કે મને પાણીમાં રહેવું સારું લાગી રહ્યું છે. હું મિત્રો સાથે હસતી અને પૂરો સમય આપતી હતી. હું દરેક રીતે ખુશ હતી અને પોતાને આઝાદ અનુભવતી હતી.’ સોફીનું કહેવું છે કે જ્યારે તમે પોતાની બોરિંગ સેક્સ લાઈફ પર ફોક્સ કરવાનું બંધ કરો તો હકીકતમાં તમારી આંખો ખુલી જાય છે. તમે અન્ય લોકો અંગે જાણવા માંગો છે અને પ્રેમ ઉપરાંત જીવનની અન્ય બાબતો પર વાત કરવા ઈચ્છો છો.”

ફરીવાર સોફીએ જણાવતા કહ્યું કે મારા જીવન જીવવાની રીતને લઈને લોકો ચિંતિત હતા પરંતુ મારો નિર્ણય ક્લિયર હતો. જેમાંથી ઘણા લોકો એવા હતા કે જેમની સેક્સ લાઈફ સારી નહોતી અને તેઓ કોઈને કોઈ રીતે મારી જેમ જીવન જીવવા માગતા હતા. સોફીનું કહેવું છે કે સેક્સ ન કરવાનો અર્થ એ નથી કે તમે દુઃખી કે બોરિંગ છો. તેનો અર્થ છે તમે આઝાદ છો. તમે પોતાના પ્રત્યે પ્રેમ કરવાનું શીખી જાવ છો અને તમે તમારાથી વધુ પ્રેમ કરો છો અને તમે સદા આનંદમાં રહો છો.

એક ઈન્ટરવ્યૂમાં સોફીએ કહ્યું કે, “મોટાભાગના લોકો સેક્સને જીવનની સૌથી મહત્વની બાબતોમાંથી એક માને છે પરંતુ મારા માટે તેના કરતા પણ વધારે જરૂરી છે પ્રેમ કરવું અને મારા શોખ અને સપના પુરા કરવા. મારા માટે મારૂ શરીર કોઈ મશીન નથી અને આ જાણવામાં મને ઘણો સમય લાગી ગયો.” છેલ્લે સોફીએ કહ્યું કે “તમારી પાસે કોઈ એવું છે કે જેને તમે દરેક બાબત શેર કરી શકો છો, તો તમારા જીવનમાં અન્ય કોઈ વસ્તુની જરૂર નથી અને તમારે પોતાની મરજીથી જીવન જીવી શકો છો. સેક્સ ચોઈસ હોવી જોઈએ, આવશ્યકતા નહીં.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *