હાડ થિજાવતી આ ઠંડીની સીઝન હોય તેમજ બરફ થયેલી નદીમાં પાણીમાં તરતી મહિલા… તેમજ ગંગાની ધારામાં વહેતી મહિલાને બહાર કાઢવા માછીમારોએ મોટી મહેનત કરી. બોટ પર સવાર માછીમારોએ કોઈ તેને નદીથી કાઢીને નાવમાં લાવ્યાં હતા. હેરાનજનક વાત તો એ હતી કે, આ મહિલા જીવતી હતી. આ ચોંકાવનારો બનાવ બિહારનાં વૈશાલી જિલ્લાની છે. મહિલા ગંગા નદીનાં બરફનાં ઠંડા પાણીમાં 12 કલાક સુધી તરતી હતી. માછીમારોએ લગભગ 10 KM દૂર મૃત્યુની પાસે પહોંચેલી આ મહિલાને જીવતી બચાવી લીધી હતી.
મહિલા આખી રાત પાણીમાં તરતી રહી
મહિલાનું નામ છે અનિતા દેવી. રાઘોપુર દિયારામાં રહેતી મહિલા મોડી સાંજનાં સમયે ગંગા નદી પર આવેલા પીપા બ્રિજ પરથી પસાર થતી હતી. ત્યારે જ અચાનક ચક્કર આવવાને લીધે રીક્ષા પરથી ઉતરીને પીપા પુલ પર બેસી ગઈ. ત્યાં જ અચાનક તેનો પગ લપસી ગયો તેમજ તે નદીમાં પડી ગઈ હતી. આ મહિલા આખી રાત સુધી નદીમાં તરતી રહી.
સમગ્ર બનાવને માછીમારોનાં એક સભ્યે તેનાં મોબાઈલમાં કેદ કરી
વહેલી સવારનાં સમયે રાઘોપુર પીપા બ્રિજથી લગભગ 10 KM દૂર માછીમારોનાં એક જૂથે આ મહિલા અનિતા દેવીને પાણીનાં પ્રવાહમાં વહેતા જોયા. એમણે તે બાજુ બોટ દોડાવીને મહિલાને નદીમાંથી બહાર કાઢી. આ સમગ્ર બનાવને માછીમારોનાં એક સભ્યે તેનાં મોબાઈલમાં કેદ કરી હતી.
મહિલાને ઝડપથી ત્યાંના સ્થાનિક હોસ્પિટલમાં લાવ્યા
આખી રાત નદીમાં ઠંડા પાણીમાં રહેવાને લીધે મહિલાની હાલત બહુ જ નાજુક લાગી. મહિલાને ઝડપથી ત્યાંના સ્થાનિક હોસ્પિટલમાં લાવી હતી જ્યાં ડોકટરોએ ગરમ કપડાં તેમજ હીટરની મદદ વડે તેને નવું જીવન આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle