દિવસેને દિવસે ઘટી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, સતત પાંચમાં દિવસે થયો ઘટાડો- જાણો તમારે ત્યાં કેટલા છે ભાવ?

હાલમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે-સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહનચાલકો ખુબ પરેશાન થઈ ગયાં છે. આવા…

હાલમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે-સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહનચાલકો ખુબ પરેશાન થઈ ગયાં છે. આવા સમયમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને કારણે સમગ્ર દેશમાં ફક્ર 7 દિવસમાં ત્રીજી વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા મંગળવારનાં રોજ પેટ્રોલમાં 22 પૈસા તેમજ ડીઝલમાં 23 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાની સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 90.56 રૂપિયા જયારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 80.87 રૂપિયા થયો છે.

આ જ રીતે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 87.68 તેમજ ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.08 રૂપિયા નોંધાયો હતો. સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો કે, રાજ્યોમાં વેટના દર અલગ અલગ હોવાને લીધે તમામ રાજ્યમાં ઈંધણના ભાવ અલગ-અલગ રહેલાં છે.

5 દિવસ બાદ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો:
મુંબઈમાં પેટ્રોલનો ભાવ97.19થી ઘટીને પ્રતિ લીટર 96.98 થયો છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 88.20થી ઘટીને 87.96 થયો છે. છેલ્લા 6 માસમાં 24 માર્ચે પહેલીવાર તેમજ 25 માર્ચે બીજીવાર ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

જો કે, ત્યારપછી સમગ્ર વિશ્વના સૌથી વ્યસ્ત જળમાર્ગમાંના એક સુએઝ નહેરમાં એવર ગીવન જહાજ ફસાઈ જવાને લીધે ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ જતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં આંશિક વધારો નોંધાયો હતો પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જણાયો ન હતો.

અમદાવાદમાં પેટ્રોલનાં ભાવમાં ઘટાડો થઈને 87.68, ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.08 થયો:
સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલમાં 3 વાર કરવામાં આવેલ ભાવ ઘટાડાને કારણે પેટ્રોલમાં પ્રતિ લીટર કુલ 61 પૈસા તેમજ ડીઝલમાં પ્રતિ લીટર કુલ 60 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડયુટી વધાર્યા બાદ અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 21.58 તેમજ ડીઝલમાં પ્રતિ લીટર  19.18 રૂપિયાનો વધારો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *