Workers Pension Yojana: ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરતી રહે છે, જેમાં સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે એક અદ્ભુત પેન્શન યોજના શરૂ કરી છે, જેનું નામ પીએમ શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના(Workers Pension Yojana) હેઠળ સરકાર કામદારોને દર મહિને 3000 રૂપિયા પેન્શન આપશે. જેના માટે તમારે થોડું રોકાણ કરવું પડશે, ત્યારે ચાલો જાણીએ આ સ્કીમ વિશે.
ભારત સરકારે આ યોજના વર્ષ 2019 માં શરૂ કરી હતી, જેનું નામ પીએમ શ્રમ યોગી માનધન યોજના હતું. આ યોજના સરકાર દ્વારા ખાસ કરીને મજૂરો માટે શરૂ કરવામાં આવી છે, જેના કારણે સરકાર તેમને દર મહિને પેન્શન આપે છે. આ યોજના હેઠળ મજૂરોને 3000 રૂપિયા પેન્શન મળે છે.
તમારે કરવી પડશે બચત
આ PM શ્રમ યોગી માનધન યોજના હેઠળ સરકાર મજૂરોને જે પેન્શન આપે છે, તમારે આ યોજનામાં દર મહિને યોગદાન આપવું પડશે. તમે આ યોજનામાં જેટલી રકમનું યોગદાન આપો છો, સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે, જેમ કે જો તમે આ યોજનાના ખાતામાં 100 રૂપિયા જમા કરશો તો સરકાર પણ 100 રૂપિયા જમા કરશે.
55 થી 200 રૂપિયાનો હપતો ભરવાનો રહશે
આ સ્કીમમાં ઉંમર પ્રમાણે ભરવાની રકમ જુદી જુદી હોય છે. જો કોઈ 18 વર્ષની ઉંમરે આ સ્કીમની શરૂઆત કરે છે તો તેને દર મહિને 55રૂપિયા જમા કરાવવાના રહેશે. 29 વર્ષની ઉંમરના કામદારોને દર મહિને 100 રૂપિયા જમા કરાવવા પડશે જ્યારે 40વર્ષે આ સ્કીમ શરૂ કરાવનારને દર મહિને 200 રૂપિયાનું યોગદાન આપવું પડશે. આ યોજનાનો લાભ લેવા માટે વય મર્યાદા 18થી 40 વર્ષ સુધીની જ છે.
આધાર કાર્ડ જરૂરી
આ મેગા પેનશન સ્કીમમાં જોડાવા માટે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની માસિક આવક 15 હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. સ્કીમનો લાભ લેનાર પાસે બેંકમાં સેવિંગ અકાઉન્ટ અને આધાર નંબર હોવો અનિવાર્ય છે.
આ વ્યક્તિઓને ફાયદો મળશે નહીં
શ્રમિકની ઉંમર 18થી ઓછી અને 40થી વધારે ન હોવી જોઈએ.જો કોઈ શ્રમિક પહેલાંથી જ કોઈ અન્ય સરકારી પેન્શન સ્કીમનો સભ્ય હશે તો તેને આ સ્કીમનો લાભ નહીં મળે.
હપતો ન ભરવાથી શું થશે
જો કોઈ શ્રમિક આ સ્કીમ હેઠળ આવતી પોતાના હપતાની રકમ જમા કરાવવાનું ચૂકી જાય તો, સ્કીમનો લાભ લેવા માટે સરકારે નિયત કરેલા વ્યાજ સાથે તેણે ફરી ચૂકવણી કરવી પડશે.
10 વર્ષની અંદર રકમ ઉપાડી શકાય છે
જો સ્કીમનો લાભ લેનાર સ્કીમથી જોડાયાની તારીખથી 10 વર્ષની અંદર પૈસા ઉપાડવા માંગે છે તો, માત્ર તેણે ભરેલી રકમનું વ્યાજ જ પાછું મળે છે.
60 વર્ષ પહેલાં રકમ ઉપાડવાથી જમા રકમ અને વ્યાજ મળશે
જો સ્કીમનો લાભ લેનાર 10 વર્ષ પછી અને 60 વર્ષ પહેલાં અકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે તો, તેને વાસ્તવિક વ્યાજ સાથે યોજનાનો લાભ લેવા ભરેલી રકમ પણ પાછી મળશે.
ક્યાં થશે રજિસ્ટ્રેશન
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનું રજિસ્ટ્રેશન LIC (ભારતીય જીવન વીમા નિગમ )નાં તમામ કાર્યાલયો, વીમા એજન્ટ, કર્મચારી વીમા નિગમની ઓફિસ અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કાર્યાલયોમાં કરાવી શકાય છે. આ યોજના વિશે વધુ જાણકારી ટોલ ફ્રી નંબર 1800 2676 888 પરથી મેળવી શકાય છે.
દેશમાં 40 કરોડથી વધારે અસંગઠિત ક્ષેત્રના મજૂર
NSSO (રાષ્ટ્રીય સેમ્પલ સર્વે સંગઠન)ના આંકડા મુજબ દેશમાં 40 કરોડથી વધારે અસંગઠિત ક્ષેત્રના મજૂરો કામ કરી રહ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App