ચીન(China)માં ફરી એકવાર કોરોના(Corona) મહામારી ફાટી નીકળી છે. નવીનતમ અહેવાલ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે, અહીં એક દિવસમાં 5,280 નવા કોવિડ(Covid) દર્દીઓ મળી આવ્યા છે. આ આંકડો રોગચાળાની શરૂઆત પછી સૌથી વધુ છે. જયારે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર જિલિન પ્રાંત(Jilin Province) છે. ચીનમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા પછી ઓછામાં ઓછા 10 શહેરો અને કાઉન્ટીઓને બંધ કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર જે શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેમાં શેનઝેનનો સમાવેશ થાય છે. તે ટેક હબ છે જ્યાં 17 મિલિયન લોકો રહે છે. ચીનમાં ઓમિક્રોન (Omicron)નું સંક્રમણ ફરી વધ્યું છે અને સાવચેતીના ભાગરૂપે તેણે પૂર્વોત્તર પ્રાંતની બહાર જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
બીજી તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ કોરોના સંક્રમણ થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા કોરોના સંક્રમણ ઓમિક્રોનના 1337 કેસ નોંધાયા છે. તેમાંથી 895 કેસ એકલા જીલિનના ઔદ્યોગિક પ્રાંતમાં નોંધાયા છે. નોટિસ જારી કરીને સરકારે આ પ્રાંતની બહાર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યાંથી બહાર જવા માટે પોલીસની પરવાનગી લેવી પડશે. પરીક્ષણ કેન્દ્ર પર દેખરેખ અને દવાના છંટકાવ માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યનું કોરોનાથી મોત:
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું કોરોના સંક્રમણને કારણે નિધન થયું છે. તેઓ 69 વર્ષના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. રાજ્ય કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, જોશિયારાનું સોમવારે બપોરે ચેન્નાઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમના મૃત્યુના સમાચારને પગલે ગુજરાત વિધાનસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.