આજકાલ દેશમાં યુવાનોમાં મુખ્યત્વે કરીને શેર બજાર, ક્રીપ્ટોકરન્સી જેવી દિશાઓમાં યુવાધનને ઘેલું લાગ્યું છે અને સૌં કોઈ આ વિષે અભ્યાસ કરીને આ ક્ષેત્રે માહિતી મેળવીને ધીરે ધીરે પ્રગતી કરીને વ્યાપાર કરવા લાગ્યા છે. જણાવી દઈએ કે જેમ ધીરે ધીરે રોકાણકારો હવે ડીજીટલ કરન્સીમાં રોકાણ કરવા લાગ્યા છે. જેમ જેમ જમાનો ડીજીટલ થઇ રહ્યો છે તેમ તેમ હવે યુવાનો આ તરફ વધારે વળતા જાય છે.
રોકાણકારોની વાત કરીએ તો રોકાણકારો હમેશા નાનામાં નાની મૂડી પણ શેરબજારમાં રોકી શકાય છે તેવી સલાહો અપાતા હોય છે. સામે લોકો પણ લોકો સારા વળતર માટે મોટી કંપનીઓમાં રોકાણ કરે છે. બધા સ્ટોકના ભાવ અલગ-અલગ હોય છે. મોટાભાગના રિટેલ રોકાણકારો સસ્તા શેરો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તે જ સમયે, વિશ્વમાં એક કરતાં વધુ મોંઘા સ્ટોક પણ છે.
શેરબજાર વિષે વાત કરતા કરતા એક ડાઈલોગ યાદ આવી જાય છે કે ”શેર માર્કેટ ઈતના ગહેરા કુવા હે જો પુરે દેશ કે પૈસે કી પ્યાસ બુજા સક્તા હે” આ ડાયલોગ પ્રખ્યાત વેબ સિરીઝ સ્કેમ 1992-ધ હર્ષદ મહેતા સ્ટોરીનો છે. જ્યારે આ વેબસીરીઝ બની તે બાદથી યુવાનોમાં શેરબજારના ધંધાનો એક અલગ જ ક્રેઝ આવ્યો છે.
શેરબજાર વિષે વાત કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે શેરબજાર ના શેરની કીમત અને રોકાણ વિશેની વાતો અચૂક થતી જોવા મળે છે ત્યારે આજે અમે તમને દુનીયના સૌથી મોંઘા શેર વિષે રસપ્રદ માહિતી આપીશું જેના વિષે તમે નહી જાણતા હોવ કે શેરબજારમાં સૌથી મોંઘો શેર કયો છે? તેની કિંમત શું છે? તે કઈ કંપનીનો છે.
દુનિયાના સૌથી મોંઘા શેરની કિમંત જાણીને મોઢામાંથી ચીસ નીકળી જશે… બર્કશાયર હેથવે ઈન્ક.(Berkshire Hathaway Inc.) વિશ્વનો સૌથી મોંઘો શેર છે. આ કંપનીના એક શેરની કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધુ છે. શેરબજારના ઘણાં બધા રોકાણકારો માટે આ કંપનીના શેર ખરીદવા એ એક સ્વપ્ન જેવું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કંપનીના માલિક બીજું કોઈ નહિ પણ શેરબજારના કિંગ વોરન બફેટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.