દુનિયાનો સૌથી નાનો 5G સ્માર્ટફોન થશે લોન્ચ; 12GB રેમ સાથે મળશે અનેક દમદાર ફીચર્સ, જાણો કિંમત

Smallest 5G Smartphone: દુનિયાનો સૌથી નાનો 5G સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. તેની પ્રથમ ઝલક હાલમાં જ જોવા મળી છે. નાનો હોવા છતાં, આ સ્માર્ટફોનમાં જોરદાર સુવિધાઓ છે, જેમાં 12GB રેમ, 4000mAh બેટરી વગેરેનો સમાવેશ થાય છે. 2021 માં, Appleએ iPhone 13 Mini લોન્ચ કર્યો, જે સૌથી નાનો 5G સ્માર્ટફોન હોવાનું કહેવાય છે. 4.7 ઇંચની ડિસ્પ્લેવાળા આ iPhoneમાં A15 Bionic ચિપસેટ(Smallest 5G Smartphone) જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

સૌથી નાનો 5G સ્માર્ટફોન
Unihertz નામની કંપનીએ જાહેરાત કરી છે કે તે બજારમાં સૌથી નાનો 5G સ્માર્ટફોન Jelly Max લોન્ચ કરશે. કંપનીએ આ કોમ્પેક્ટ 5G સ્માર્ટફોનના ઘણા ફીચર્સની સત્તાવાર પુષ્ટિ પણ કરી છે. Unihertzનો આ 5G સ્માર્ટફોન MediaTek Dimensity 7300 પ્રોસેસર પર કામ કરશે.

આ ફોનમાં 12GB LPDDR5 રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજનો સપોર્ટ હશે. કંપનીએ કહ્યું કે તેનો કોમ્પેક્ટ ફોન તેના અગાઉના મોડલ જેલી સ્ટાર કરતા 54 ટકા વધુ સ્પીડ હશે. જો કે, વિશ્વનો સૌથી નાનો 5G સ્માર્ટફોન બનાવતી કંપનીએ હજુ પણ તેના ઘણા ફીચર્સ જાહેર કર્યા નથી. જેલી મેક્સમાં યુઝર્સને 4,000mAh બેટરી મળી શકે છે.

આ સિવાય ફોનમાં 66W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફીચર આપવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, આ ફોનને 20 મિનિટમાં 0 થી 90 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ફોનના ટીઝર વીડિયોમાં ફોનની ઝલક જોવા મળી રહી છે. જેલી મેક્સમાં 3 ઇંચની ડિસ્પ્લે મળી શકે છે.

iPhone 13 Mini કરતાં નાની સ્ક્રીન
iPhone 13 Mini, iPhone 12 Mini તેમજ iPhone SE 3માં પણ નાની સ્ક્રીન છે. Appleના આ કોમ્પેક્ટ iPhones જેલી મેક્સ કરતા 1.7 ઇંચ મોટા ડિસ્પ્લે સાથે આવે છે. 3 ઇંચની સ્ક્રીનવાળા આ આવનારા સ્માર્ટફોનને કેરી કરવામાં યુઝર્સને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જે વપરાશકર્તાઓને 6-ઇંચના સ્માર્ટફોન પસંદ નથી તેઓને આ કોમ્પેક્ટ 5G સ્માર્ટફોન ગમશે.