પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર બ્રિટિશ હેરાલ્ડ મેગેઝિનના જુલાઈ જુના કવર પેજ પર પણ ચમકશે, એડિશન 15 જુલાઈના રોજ રીલિઝ થશે.
ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુનિયા એ સૌથી શક્તિશાળી વ્યક્તિ માન્યા છે. બ્રિટિશ હેરાલ્ડ ના એક પોલ માં વાંચકોએ પીએમ મોદીને વર્ષ 2019 માટે દુનિયાના સૌથી વ્યક્તિ તરીકે પસંદગી કરી છે. અન્ય નેતાઓ પુનિત ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ પણ આ પોલ માં હતા. પણ પીએમ મોદીએ આ તમામને પછાડીને નંબર વન ની જગ્યા લીધી છે. બ્રિટિશ હેરાલ્ડ એ આ પોલ માં 25થી વધુ હસ્તીઓને સામેલ કર્યા હતા.
કહેવાય છે કે દુનિયાના સૌથી શક્તિમાન વ્યક્તિની પસંદગી માટે ફક્ત વોટીંગ ની પ્રક્રિયાનો ઉપયોગ નહોતો થયો. બ્રિટિશ હેરાલ્ડ એ રીડર્સ નો વોટ લેવા માટે વન ટાઇમ પાસવર્ડ આપ્યો હતો. તેનો હેતુ એ હતો કે કોઈ એક વ્યક્તિ એક થી વધુ વખત કોઈપણ નેતાને વોટ ન કરી શકે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મીટિંગ દરમિયાન સાઈટ ક્રેશ થઈ ગઈ કારણકે વોટ કરવા માટે વધુમાં વધુ વ્યક્તિઓ સાઇટ પર આવ્યા હતા.
બ્રિટિશ હેરાલ્ડ ના રીડર્સ વોટમાં પ્રધાનમંત્રી મોદી ને સૌથી વધુ 30.9 ટકા વોટ મળ્યા. જ્યારે તેમના પ્રતિદ્વંદી નેતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ થી ઘણા વધારે આગળ હતા. આ પોલમાં પુતિન ને 29.9 ટકા વોટ મળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને 21.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ચીન રાષ્ટ્રપતિ સી જીન પિંગ ને 18.1 ટકા વોટ મળ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર બ્રિટિશ હેરાલ્ડ મેગેઝીનના જુલાઈ ઇસ્યૂ ના કવર પેજ પર પણ છાપવામાં આવશે. આ એડિશન 15 જુલાઈના રોજ રીલિઝ થશે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી બીજી મોટી સફળતા બાદ તેમનું કદ દુનિયાના ફલક પર ઘણું વધી ગયું છે. પુલવામાં હુમલા બાદ જે રીતે પ્રધાનમંત્રી મોદીએ એર સ્ટ્રાઈક કરવાનો નિર્ણય કર્યો તેનાથી દુનિયા તેમને શક્તિમાન નેતા માનવા લાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.