દર વર્ષે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષ ના દિવસે પાંચમની તિથિ એ નાગપાંચમ મનાવવામાં આવે છે. નાગદેવતા ને ભગવાન શંકર ભગવાનના આભૂષણ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.આ શંકર ભગવાનના આભૂષણ તરીકે પૂજાતા એવા નાગદેવતાની શ્રાવણ માસમાં લોકો ખૂબ જ કાળજીપૂર્વક સેવા કરી રહ્યા હોય છે.
ઘણા વર્ષોની એવી માન્યતા છે કે નાગપંચમીના દિવસે પૂજા કરવાથી નાગદેવતા ખુશ થાય છે. અને કાલસર્પદોષ દરેક બાળી નાખે છે.
નાગપંચમીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ.
1. નાગ પંચમીના દિવસે લોખંડની કુહાડી અથવા તો લોખંડની કોઈપણ વસ્તુ આગ પર મૂકવી જોઈએ નહીં.
2. નાગપંચમીના દિવસે જમીન ખોદવી જોઈએ નહીં. અને સાથે સાગના વૃક્ષને પણ કાપવું જોઈએ નહીં.
3. આ પવિત્ર દિવસે માટે કોઈપણ વસ્તુ ની સોય દોરા વડે સીલાય કરી શકાય નહીં.
4. આ શુભ નાગપંચમીના દિવસે કોઈ સાથે ઝઘડો કરવો જોઈએ નહીં.
5. માસનું સેવન કરવું જોઈએ નહીં. જેને કારણે શંકર ભગવાન આપણા ઉપર ક્રોધિત થઇ શકે છે.
કઈ રીતે કરવી જોઈએ પૂજા.
1. નાગની પૂજા સાથે શિવલિંગ ની પૂજા જરૂર કરવી જોઈએ. અને સાથે ઓમ મંત્રનો જાપ કરવો જોઈએ.
2. પૂજામાં ચંદનની લાકડી નો ઉપયોગ કરવો જોઈએ. નાગદેવને સુગંધિત વસ્તુઓ ખુબજ પ્રિય હોય છે.
3. નાગદેવતા ના રહેવા ની પણ પૂજા કરવી જોઈએ. અને નાગદેવતા ના રહેઠાણ ઉપર ભોજન મૂકવું જોઈએ.
4. જરૂરીયાત વાળા ગરીબ અને અનાથ બાળકોને દૂધ આપવું જોઈએ.
5. રુદ્રભીસેક કરાવવું જોઈએ જેના કારણે ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
6. નાગપાંચમના દિવસે મદારી પાસેથી નાગ અને નાગીન ને ખરીદીને તેને જંગલમાં ખુલ્લામાં મૂકવા જોઈએ જેના દ્વારા આપણા ઘરમાં રહેલી શાંતિ ટકી રહે છે.