Shani Dev Puja: હિન્દુ ધર્મમાં શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને લોકો પર પોતાની કૃપા વરસાવે છે. શનિવારના(Shani Dev Puja) દિવસે શમીના વૃક્ષનું વાવેતર અને પૂજા કરવાથી શનિદેવની કૃપા બની રહે છે. આ વૃક્ષની પૂજા કરવાથી શનિદેવના પ્રકોપથી રક્ષણ મળે છે.
ખીજડાના ઝાડના ફાયદા
શનિદેવને પ્રસન્ન કરવાના તમામ ઉપાયોમાં ખીજડા ના ઝાડ સાથે સંબંધિત ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ વૃક્ષની પૂજા કરવાથી શનિની સ્થિતિ શુભ અને બળવાન બને છે. ખીજડાના છોડને શનિદેવનો છોડ કહેવામાં આવે છે. શનિવારે શનિના છોડની પૂજા કરવાથી કુંડળીમાં હાજર ગ્રહ નક્ષત્રોની સ્થિતિ પણ સારી બને છે.
શનિવારે શનિદેવની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. આ માટે આ દિવસે શનિ વૃક્ષના મૂળ પર જળ અર્પિત કરીને શનિદેવની પૂજા કરવી જોઈએ. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
ખીજડા વૃક્ષનો સંબંધ પણ ભગવાન શિવ સાથે છે. ભોલેનાથ પણ આ વૃક્ષને પ્રેમ કરે છે. શનિવારે ખીજડાના છોડની પૂજા કરવાથી શિવ અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી દરેક સંકટમાંથી મુક્તિ મળે છે.
જો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી છે તો શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવો. તમે તેને મુખ્ય દરવાજાની જમણી બાજુએ પણ મૂકી શકો છો. એવું કહેવાય છે કે શનિવારે ઘરમાં ખીજડાનું ઝાડ વાવવાથી ધન લાભ થવાની સંભાવના બને છે.
શનિવારે ખીજડાના ઝાડની વિધિવત પૂજા કરવી જોઈએ, તેની સાથે પાંચ પાંદડા તોડીને ભગવાન શિવને અર્પણ કરો. આ પછી તેને તમારા પર્સમાં રાખો. આમ કરવાથી પર્સમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે.
શનિવારે ખીજડાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી શનિદેવની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન-સંપત્તિ આવે છે.
શનિવારે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ખીજડાના ઝાડના મૂળમાં એક સોપારી અને એક રૂપિયાનો સિક્કો અર્પિત કરો. આમ કરવાથી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે. આ છોડના મૂળમાં કાળી અડદની દાળ ચઢાવવાથી કર્જમાંથી મુક્તિ મળે છે. આ સાથે શનિની સાડાસાત સતી અને ઘૈયાથી મુક્તિ મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube