એક રીલ બનાવવા માટે શું માતા બાળકનો જીવ લેશે? આ તે કેવી માં, જુઓ વિડીયો

Mother Viral Video: આજના સમયમાં મોટાભાગના લોકોના માથા પર રીલ બનાવવાનું ભૂત ચડ્યું છે. જેટલા લોકો સોશિયલ મીડિયા પર છે, તેમાંથી મોટાભાગના લોકો તમને રીલ (Mother Viral Video) બનાવતા જોવા મળશે. આમ તો રીલ બનાવી કંઈ ખોટું નથી પરંતુ તેની કોઈ સીમા હોય. ઘણી વખત રીલ બનાવતી વખતે લોકો એવી હરકતો કરે છે.

જેને જોઈને લોકોને ગુસ્સો આવી જાય છે. કોઈ પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકે છે તો કોઈ અન્ય લોકોનો જીવ પણ મુશ્કેલીમાં મૂકે છે. કેટલાક લોકો તો હદ પાર કરે છે. પોતાના બાળકોને જીવને પણ જોખમમાં મૂકીને રીલ બનાવે છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાના રૂમમાં ભોજપુરી ગીત પર ડાન્સ કરતી રીલ બનાવી રહી છે. પરંતુ રીલની શરૂઆતમાં તે એવું કામ કરી દે છે જે જોઈને તમે ગુસ્સાથી ભરાઈ જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેના સૌથી પહેલા મહિલા એક નાના બાળકને ઉઠાવે છે અને પાછળની તરફ રહેલા બેડ પર ફેંકી દે છે. ત્યારબાદ તે ભોજપુરી ગીત પર નાચતા રીલ બનાવે છે.

બાળકને ફેંકવાને કારણે સોશિયલ મીડિયા પર આ વિડીયો થયો છે. મહિલાએ બાળકને પાછળ ફેંકી એ પણ ન જોયું કે દીકરો સહી સલામત છે કે નહીં, તમે હમણાં જે વીડિયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @Viral Vibes થી શેર કરવામાં આવ્યો છે. વિડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખેલું છે કે ભગવાન આવા લોકોને બાળકો શા માટે આપે છે?

આ લિંક પર ક્લિક કરીને જુઓ વિડીયો

અત્યાર સુધીમાં આ વીડિયોને 27,000થી વધારે લોકો જોઈ ચૂક્યા વીડિયો જોયા બાદ એક કમેન્ટ કરતા લખ્યું છે ભગવાનને આવું ન કરવું જોઈએ. બીજા યુઝરે લખ્યું કે આ બધા પાગલ થઈ ગયા છે. અન્ય એક વ્યક્તિ એ લખ્યું કે આ મહિલા માંના નામ પર એક કલંક છે. ભૂત ચડ્યું છે.