બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે રસ્તામાં WWEની ફાઈટ, લોકોએ મહામહેનતે છોડાવ્યા; જુઓ વિડીયો

Couple Viral Video: આશિકીનું ભૂત જ્યારે તમામ હદ પાર કરી દે છે, તો તે ગમે તે હદ સુધી જઈ શકે છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં પણ એવું જ કંઈક જોવા મળ્યું છે. જ્યાં એક છોકરાએ રસ્તા વચ્ચે જ પોતાની ગર્લફ્રેન્ડનો જીવ લેવાની કોશિશ કરી હતી. રાહુલ નામના આ છોકરાએ (Couple Viral Video) રસ્તા વચ્ચે જ પોતાની ગર્લફ્રેન્ડ પર ખતરના wweનો મુવ ટ્રાય કર્યો છે. જેનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયો જોઈ લોકોનું માથું ફરી ગયું છે. ત્યારબાદ લોકો મહામહેનતે છોકરાને અને છોકરીને અલગ પાડે છે. આ વિડીયોમાં લોકો છોકરા પર કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે. તેમજ ઘણા લોકોનું કહેવું છે કે સમગ્ર ઘટનાની જાણકારી મેળવ્યા વગર કોઈપણ કાર્યવાહી કરવી મૂર્ખતા હશે. બની શકે કે વાંક છોકરીનો પણ હોય.

જીવ લેવાની કોશિશ
આ વીડિયોમાં એક છોકરાને કોઈ WWE રેસલરની જેમ પોતાની પ્રેમિકા પર સ્ટંટ કરતો હતો. આ સ્ટન્ટ કોઈ સાધારણ નહીં પરંતુ જીવલેણ હતો. જેનાથી છોકરીનો શ્વાસ અટકી જાય છે. આ વીડિયોમાં છોકરો છોકરીના ગળાને પોતાના પગ વચ્ચે પૂરી તાકાતથી જકડી લે છે. સાથે જ ગળામાં દુપટ્ટો નાખીને ખેંચે છે.

જેના લીધે આ છોકરી ત્યાં જ તડપવા લાગે છે અને પોતાને બચાવવાની કોશિશ કરે છે. એટલી જ વારમાં ત્યાં ઉભા રહેલ લોકો પણ આવી જાય છે અને છોકરા અને છોકરીને અલગ કરવાનો પ્રયત્ન કરે છે. લોકો મહા મહેનતે સફળ થાય છે. કેમેરામાં આ છોકરી રસ્તા પર જ તડપતી દેખાય છે. ત્યારબાદ લોકોનું ટોળું તે છોકરા સાથે મારપીટ કરે છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અને સાથે લખેલું છે કે ઉત્તર પ્રદેશના અમરોહામાં પ્રેમિકાને રોડ પર પાડી ગળું દબાવી હત્યાની કોશિશ, પબ્લિકે બચાવ્યા. માથાભારે બોયફ્રેન્ડ રાહુલ પર કેસ નોંધાયો શોધખોળ ચાલી રહી છે.

આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે. અને લોકોએ કમેન્ટ પણ કરી છે. લોકોએ આ વિડીયો પર ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે. મોટાભાગના લોકોએ ઘણું દબાવવાની કોશિશ કરનાર છોકરા ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. એક વ્યક્તિ લખે છે કે આને આરામથી નહીં પરંતુ કાયદાથી મારવો જોઈએ. બીજા વ્યક્તિએ લખ્યું કે મને ખબર નથી પડતી કે છોકરીઓને આવા છોકરા કેમ પસંદ આવે છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે પોલીસને વિનંતી છે કે ટૂંક સમયમાં આના પ્રેમનું ભૂત ઉતારવામાં આવે.