જેલમાં કેદીએ એવી જગ્યાએ મોબાઈલ ફોન સંતાડ્યો કે.., X-ray જોઇને ડોક્ટર પણ ચોકી ગયા

કોસોવો: તમે જેલમાં છુપાઈને મોબાઈલ લઇ જતા કેદીઓ વિષે સંભલીયું હશે, પરંતુ આજે અમે તમને જેલની અંદર મોબાઈલ લઈ ગયેલા કેદી વિશે જણાવીશું, પરંતુ પછી તે પણ તેની મુશ્કેલીનું કારણ બની ગયું હતું. આ ઘટના કોસોવોની છે, જ્યાં જેલમાં એક કેદીને થોડા દિવસો સુધી સતત પેટમાં દુખાવાની ફરિયાદ કરતો હતો.

જેલ પ્રશાસને પહેલા વિચાર્યું કે, તે નાટક કરી રહ્યો છે. પરંતુ જ્યારે તેને તેની સ્થિતિનો અહેસાસ થયો હતો. ત્યારે તેણે તેને યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ પ્રિસ્ટીના ગેસ્ટ્રોએન્ટરોલોજી ક્લિનિકમાં દાખલ કર્યો હતો. અહીં ડોક્ટરે થોડી તપાસ કર્યા બાદ કેદીનો એક્સ-રે કરાવ્યો હતી. એક્સ-રે જોઈને ડોકટરો પણ ચોકી ગયા હતા. એક્સ-રેમાં મોબાઈલ જેવી વસ્તુ જોવા મળી હતી. જ્યારે કેદીને તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, તેણે થોડા દિવસો પહેલા મોબાઈલ ફોન ગળી ગયો હતો, ત્યારબાદ તેને પેટમાં દુ:ખાવો થવા લાગ્યો હતો.

આ પછી, ડોકટરોએ 33 વર્ષીય કેદીનું ઓપરેશન કરીને મોબાઈલ ફોન બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો. કેદીનું ઓપરેશન કરનારી ટીમનું નેતૃત્વ કરી રહેલા ડો.સ્કેન્ડર ટેલ્કુએ કહ્યું હતું કે, “એન્ડોસ્કોપિકની મદદથી પેટ કાપ્યા વગર ત્રણ ભાગમાં વહેંચાયેલા ફોનને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો, જે બાદ કેદીને પેટના દુખાવાની સમસ્યામાંથી રાહત મળી હતી. આ પછી કેદીએ ડોક્ટરને કહ્યું હતું કે, ફોન 4 દિવસ સુધી તેના પેટમાં હતો. આ સાંભળીને ડોક્ટરો પણ ચોકી ગયા હતા.

ડોક્ટર તેલકુએ કહ્યું હતું કે, ‘અમે પેટમાં ફોનની બેટરીને લઈને સૌથી વધુ ચિંતિત હતા. કારણ કે તેના પેટમાં બેટરી એસિડ લીક થઈ શકે છે.’ જો કે બધું સરળ રીતે ચાલ્યું અને અમે મોબાઈલનાં તમામ ભાગો બહાર કાઢી શક્યા હતા. સારવાર બાદ પોલીસ કેદી અને મોબાઈલ ફોન બંનેને પોતાની સાથે લઈ ગઈ હતી. મોબાઇલ ફોન 2000 ના દાયકાની શરૂઆતનું મોડેલ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *