બજારમાં આવી રહી છે ગ્રાહકનો મનપસંદ નવી ‘Fascino 125’ -કિંમત અને ડિઝાઈન જોઇને દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જશે

Yamaha Motor Indiaએ છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં ઘણી નવી પ્રોડક્ટ્સ લૉન્ચ(New product launch) કરી છે અને હવે કંપની ફેરફારો સાથે તેની બીજી લોકપ્રિય પ્રોડક્ટ રજૂ…

Yamaha Motor Indiaએ છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં ઘણી નવી પ્રોડક્ટ્સ લૉન્ચ(New product launch) કરી છે અને હવે કંપની ફેરફારો સાથે તેની બીજી લોકપ્રિય પ્રોડક્ટ રજૂ કરવા માટે તૈયાર છે. Yamaha Fascino 125 ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને કંપની તેને નવા રંગ સાથે રજૂ કરવા જઈ રહી છે. આ ઉત્તમ રેટ્રો સ્ટાઇલ સ્કૂટરને નવા સિલ્વર-ગ્રે ડ્યુઅલ ટોન કલરમાં યામાહા ડીલર્સની સામે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ સાથે, કંપનીએ આ જ ઈવેન્ટમાં બે નવા ઈલેક્ટ્રિક સ્કૂટર પણ રજૂ કર્યા છે, જેને કંપની ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

કિંમતમાં થશે થોડો વધારો: 
આ સ્કૂટર આગામી યામાહા ફેસિનો 125 માટે ઉપલબ્ધ નવા રંગ વિકલ્પ સાથે 9 રંગોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેટ્રો સ્ટાઈલનું આ સ્કૂટર દેખાવમાં ખૂબ જ સુંદર છે અને નવો રંગ તેના દેખાવમાં સુંદરતા ઉમેરવાનું કામ કરશે. કંપનીએ હજુ તેની કિંમત જાહેર કરી નથી, પરંતુ અનુમાન છે કે તેની કિંમત 83,130 રૂપિયાથી થોડી વધુ હશે. તમને જણાવી દઈએ કે આ Fascino 125ના ડ્યુઅલ ટોન વેરિઅન્ટની કિંમત અને નવા કલરની કિંમત તેના જેવી જ હશે.

ઉગ્ર થશે સ્પર્ધા: 
કિંમત વધારવા ઉપરાંત, યામાહા ફેસિનો સ્કૂટરમાં અન્ય કોઈ ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. નવા Fascino સાથે, કંપની વર્તમાન મોડલ સાથે 125cc, એર-કૂલ્ડ એન્જિન ઓફર કરવા જઈ રહી છે, જે હળવી-હાઈબ્રિડ સિસ્ટમ સાથે આવે છે. આ એન્જિન 6500 rpm પર 8 Bhp પાવર અને 5000 rpm પર 10.3 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. યામાહાનો દાવો છે કે હાઈબ્રિડ સિસ્ટમની મદદથી આ સ્કૂટરની માઈલેજમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય બજારમાં આ નવું સ્કૂટર Suzuki Access 125 અને TVS Jupiter 125 જેવા સ્કૂટર્સને ટક્કર આપવા જઈ રહ્યું છે. કંપનીએ મહિલા રાઇડર્સને આકર્ષવા માટે વક્ર અને આકર્ષક ડિઝાઇનમાં Fascino રજૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *