રજનીકાંત કરતા પણ વધારે ફી લે છે Thalapathy Vijay – મહેલ જેવા બંગલા સાથે કરોડોની સંપત્તિના માલિક છે વિજય

થાલપતિ વિજય નેટ વર્થ: જોસેફ વિજય ચંદ્રશેખર (Joseph Vijay Chandrasekhar)ને ચાહકો થાલપતિ વિજય (Thalapathy Vijay)ના નામથી બોલાવે છે. તે તમિલ ફિલ્મ ઉદ્યોગ (Tamil film industry)ના…

થાલપતિ વિજય નેટ વર્થ: જોસેફ વિજય ચંદ્રશેખર (Joseph Vijay Chandrasekhar)ને ચાહકો થાલપતિ વિજય (Thalapathy Vijay)ના નામથી બોલાવે છે. તે તમિલ ફિલ્મ ઉદ્યોગ (Tamil film industry)ના પ્રભાવશાળી કલાકારોમાંના એક છે. તેની ફિલ્મી દુનિયામાં બે દાયકાની કારકિર્દી છે.

આ કરિયરમાં થાલપતિ વિજય એ લગભગ 65 ફિલ્મો કરી છે અને લગભગ દરેક ફિલ્મ હિટ બની છે. કેટલાકે તો રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. થાલપતિ વિજય (Thalapathi vijay) માત્ર અભિનયમાં જ નહીં પરંતુ નૃત્ય (Dance)માં પણ નિપુણ છે. તે લાખો ચાહકોના હૃદયમાં વસે છે. થલપથી વિજય ભારતીય સિનેમાના સૌથી ધનિક અભિનેતા છે. તેઓ વૈભવી જીવન જીવે છે.

તેને વાર્ષિક આવકના આધારે ઘણી વખત ફોર્બ્સ ઈન્ડિયા 100 સેલિબ્રિટીની યાદીમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બીસ્ટ’ને વિજયે 100 કરોડની ફીમાં સાઈન કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. થાલપતિ વિજય એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે.

મીડિયા રીપોર્ટસ મુજબ, તેણે ફીના મામલે સુપરસ્ટાર રજનીકાંતને પણ હરાવ્યા છે. રજનીકાંતે ફિલ્મ ‘દરબાર’ માટે લગભગ 90 કરોડ રૂપિયા લીધા હતા. Thalapathy Vijay ઘણી મોટી કંપનીઓ માટે એડ પણ કરે છે. Thalapathy Vijay માત્ર જાહેરાતોથી જ દર વર્ષે 10 કરોડ રૂપિયા કમાય છે. Thalapathy Vijay આઈપીએલમાં રમી રહેલી ક્રિકેટ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રમોશન કરતા જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર, Thalapathy Vijay ની કુલ સંપત્તિ 410 કરોડ રૂપિયા છે. દર વર્ષે તેઓ 100-120 કરોડ કમાય છે. તે પણ માત્ર ફિલ્મો અને જાહેરાતોમાંથી. થલાપથી વિજયના કાર કલેક્શન વિશે વાત કરીએ તો, તેમની પાસે એક રોલ્સ રોયસ ઘોસ્ટ છે, જેની કિંમત 6 કરોડ રૂપિયા છે.

OD A8 છે, જેની કિંમત રૂ. 1.38 કરોડ છે. BMW સિરીઝ 5 છે, જેની કિંમત 75 લાખ રૂપિયા છે. BMW X6 છે, જેની કિંમત 90 લાખ રૂપિયા છે. એક મિની કૂપર છે, જેની કિંમત 35 લાખ રૂપિયા છે.

Thalapathy Vijay ચેન્નાઈમાં તેના પરિવાર સાથે આલીશાન બંગલામાં રહે છે. આ ઘર ઘણું મોટું છે. આ ઘરમાં તમને દરેક પ્રકારની લક્ઝરી મળશે. વિજયના ઘરની સંભાળ રાખનારા ઘણા નોકર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *