ગુજરાત(Gujarat): દુબઈમાં રહેતા એક ગુજરાતી યોગ પ્રશિક્ષકે એક એવું કારનામું કર્યું છે જેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. વિશ્વ યોગ દિન(World Yoga Day) નિમિતે સુરત(Surat)ના કતારગામ(Katargam) વિસ્તારનો યશ મોરડિયા(Yash Moradiya)એ એક સાથે ત્રણ-ત્રણ વર્લ્ડ રેકોર્ડ(World record) પોતાને નામ કરીને ગુજરાત સહીત ભારત દેશનું નામ વિશ્વ ફલક પર ઝળહળતું કર્યું છે.
અમે તમને જણાવી દઈએ કે, ગઈકાલે વિશ્વ યોગ દિન હતો. ત્યારે આ દિન નિમિતે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો યશ મોરડિયાએ એક સાથે ત્રણ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરીને એક અનોખી જ સિદ્ધિ હાંસલ કરી છે.
View this post on Instagram
યશ મોરડિયાએ વિશ્વ યોગ દિન નિમિતે સૌથી વધુ સમય એટલે કે 30.53 મિનીટ સુધી મયુરાસન કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોએ પોતાનું નામ અંકિત કર્યું હતું.
View this post on Instagram
જયારે યશે સૌથી વધુ સમય એટલે કે 55.16 મિનીટ સુધી ચક્રાસન કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામ કર્યો હતું.
View this post on Instagram
સાથે યશે સૌથી વધુ સમય એટલે કે 26.26 મિનીટ સુધી અષ્ટ વક્રાસન કરીને એક જ દિવસમાં ત્રીજો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામ કર્યો હતું.
View this post on Instagram
યશ મોરડિયાના નામે પગ ઊંચા કરીને વૃશ્ચિકાસનની સૌથી લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ છે. તે આ મુદ્રામાં 29 મિનિટ અને ચાર સેકન્ડ સુધી રહ્યો હતો, તેનું માથું નીચે અને તેના પગ ઉપર હતા. તેના પગ વીંછીના ડંખની જેમ વાંકા હતા.
UAEમાં રહેતા 22 વર્ષીય ભારતીય યશ મોરાડિયાએ 29 મિનિટ અને ચાર સેકન્ડ સુધી વૃશ્ચિકાસન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 4 મિનિટ 47 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. યશ છેલ્લા પાંચ વર્ષથી આ સિદ્ધિ મેળવવાની તૈયારી કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે તેમનું સપનું યોગના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ રેકોર્ડ બનાવવાનું છે.
આઠ વર્ષની ઉંમરથી જ કરી રહ્યો છે યોગ:
યશ મોરડિયાએ કહ્યું, ‘આ આખો ખેલ માનસિક શક્તિનો છે. પ્રથમ પાંચ મિનિટમાં મનને સ્થિર કરવાની જરૂર છે. કારણ કે મુદ્રામાં ગયા પછી જ મારું શરીર તરત જ ધ્રૂજવા લાગ્યું. પણ મન શાંત થયા પછી શરીર પણ શાંત થઈ ગયું. હું આટલા લાંબા સમય સુધી માત્ર ધ્યાન કેન્દ્રિત કરીને જ કરી શક્યો. યશ આઠ વર્ષની ઉંમરથી યોગ કરી રહ્યો છે. તેણે કહ્યું કે ધ્યાન કેન્દ્રિત કરવું એ મહત્વનું કાર્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.