Yes Bankમાં ખાતુ નથી તો પણ આ અસરને કારણે ડુબશે તમારા હજારો-લાખો રૂપિયા, જાણી લો નહીતર…

શું તમે એવું વિચારી રહ્યા છો કે, યસ બેંક માં તમારું ખાતું નથી, તો તે તમને અસર કરશે નહીં, તો આ તમારો વિચાર એકદમ ખોટો છે. કારણકે તમારા ટેક્સ સેવિંગ પર યસ બેન્ક ક્રાઇસીસની જરૂર અસર થશે. આવો જાણીએ યસ બેન્કના કારણે તમને શું અસર થશે.

જે લોકોનું યસ બેન્કમાં ખાતુ નહીં હોય, તેને પણ અસર થઇ શકેશે. જો યસ બેન્કના ખાતાથી ELSS ફંડમાં તમારૂ SIP છે અથવા ઇશ્યોરંન્સના પ્રિમિયમ ઓટો-ડેબિટ થતું હતુ તો હવે એ નહીં થાય. જાણવામાં આવી રહ્યુ છે કે યસ બેન્ક LICના NACL ડેબિટની નોડલ બેન્ક છે. એલઆઇસીના ઘણા પોલિસી ધારકોને પ્રિમિયમ ડેબિટ લંબાવાની આશંકાના મેસેજ મળ્યા છે,કારકણકે યસ બેન્ક પર RBIનું મોરાટોરિયમ લોગુ છે.

મળતી માહિતી પ્રમાણે, જો 31 માર્ચ સુધીમાં તમારું હેલ્થ ઇન્સ્યોરંન્સ પ્રીમિયમ અથવા એસઆઈપી હપ્તા ડેબિટ ન કરવામાં આવે તો તમે ટેક્સ છૂટનો દાવો કરી શકશો નહીં. એટલે કે, તમે પ્રીમિયમ ચૂકવશો તેટલો ટેક્સ બચાવવામાં સમર્થ નહીં હોય. આવકવેરાની કલમ 80 સી હેઠળ, જો તમે ઇએલએસએસ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો અથવા જીવન વીમા પ્રીમિયમ ચૂકવી રહ્યા હો, તો તમને કર મુક્તિના હકદાર છે. યસ બેન્કના નોડલ બેન્ક થવાના કારણે જો ઇશ્યોરંન્સ પ્રિમિયમ અથવા ઇએલએસએસ સિપ ડેબિટ નથી થઇ રહ્યુ અથવા તમારૂ યસ બેન્કમાં ખાતું છે તો પેમેન્ટ માટે પેમેન્ટ માટે બીજી વ્યવસ્થા કરવી જેથી તમારી ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ પર અસર ન પડે.જોકે પાબંદિઓ હટાવા પર ઇલેક્ટ્રોનિક પેમેટ્સ પુન:સ્થાપિત કરવામાં આવશે.

ઇન્શ્યોરંન્સ પોલિસી લગભગ પ્રિમિયમ પેમેંન્ટના ગ્રેસ પીરિયડ સાથે આવે છે. એલઆઈસી સામાન્ય રીતે 30 દિવસની ગ્રેસ અવધિ આપે છે. એટલે કે, જો તમારું પ્રીમિયમ 15 માર્ચથી ડેબિટ થવાનું છે, તો ગ્રેસ અવધિ 14 એપ્રિલ સુધી રહેશે. આ હેલ્થ ઇન્શયોરંન્સ પ્રીમિયમ સાથે આવું નથી. ELSSના SIPમાં પણ ગ્રેસ પિરિયડ લાગુ નથી થતું,પેમેન્ટ કરવા માટે તામારે ચેક અથવા અન્ય કોઇ ઇલેક્ટ્રોનિત રીતનો ઉરયોગ કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *