આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: યોગ તમને શારીરિક અને માનસિક રોગોથી રાખશે દુર

21 જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે કોરોના સંકટને કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મોટાભાગના કાર્યક્રમો ફક્ત ડિજિટલ, વર્ચ્યુઅલ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ યોજવામાં આવશે. યોગને રોજિંદા જીવનમાં સમાવવાથી તમે સંધિવા સહિતના ઘણા શારીરિક અને માનસિક રોગોથી દૂર રહેશો. આ અંગે સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સએ એક અધ્યયનમાં દાવો કર્યો છે.

દિલ્હી સ્થિત આવેલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સના એક અધ્યયન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સંધિવાની સારવારમાં યોગ ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે યોગ બીમારીના શારીરિક અને માનસિક બંને પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

એઇમ્સમાં એનાટોમી વિભાગના મોલેક્યુલર રિપ્રોડક્શન એન્ડ જિનેટિક્સના પ્રોફેસર ડો. રીમા દાદાએ એના પત્રમાં કહ્યું છે કે જો દર્દીઓ સંધિવાની સારવારની સાથે યોગ પણ કરે છે તો તે તેમના માટે સારું છે. યોગને તેમના દિનચર્યામાં શામેલ કરીને દર્દીઓ તેમના સાંધામાં રાહત લાવી શકે છે અને તેનાથી પીડા ઓછી થઈ શકે છે.

આ એઈમ્સનો અભ્યાસ સંધિવાવાળા 66 લોકો પર કરવામાં આવ્યો હતો. જે મનોવિજ્ઞાનના  ફ્રન્ટીઅર્સ ઓફ સાઈકોલોજીમાં માં પ્રકાશિત થયો હતો. યોગને આ સ્વયંપ્રતિરક્ષા રોગની સારવારમાં સહાયક ઉપચાર તરીકે ઉમેરવું જોઈએ. જેને લીધે આ રોગથી પીડિત દર્દીઓને ફાયદો થશે.

એઈમ્સના અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, યોગે રુમેટાઇડ સંધિવાના ક્લિનિકલ પરિણામમાં સુધારો કર્યો છે. એટલે કે, આ રોગની સારવારમાં એક ફાયદો છે. એવું કહેવામાં આવે છે કે યોગ સંધિવાની બળતરા ઘટાડે છે. તે સાયકો-ન્યુરો-રોગપ્રતિકારક અક્ષ પર ફાયદાકારક અસર કરે છે અને તેમાં સંધિવાને લીધે થતી અનિયમિતતા અને વિકૃતિઓને દૂર કરવામાં મદદ કરે છે. તે હાડકાંના સાંધામાં થતી સોજો પણ ઘટાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *