સત્યનારાયણની કથા(The story of Satyanarayana) વિશે સૌ કોઈ જાણે જ છે. તેમજ દરેકે પોતપોતાની માતૃભાષામાં સત્યનારાયણ કથા અવશ્ય સાંભળી હશે. સત્યનારાયણ કથા સાંભળવાનો પણ એક લ્હાવો હોય છે અત્યાર સુધી તો આપણે ફક્ત હિંદી કે સંસ્કૃતમાં સત્યનારાયણની કથા સાંભળી હશે, પરંતુ પહેલી વાર અંગ્રેજીમાં સત્યનારાયણની કથા થઈ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Satyanarayan katha in English, for new generation understanding pic.twitter.com/ptsiVQX5dg
— KulwantSingh ਲੰਬੜਦਾਰ ?? (@KulwantJanjue) August 10, 2022
આ વાયરલ વિડીયોમાં પંડિતજી અંગ્રેજીમાં સત્યનારાયણની કથા સંભળાવી રહ્યા છે. વીડિયોમાં પંડિતજી અંગ્રેજીમાં આ કથા સંભળાવતા જોવા મળી રહ્યા છે અને ઘરના સભ્યો ત્યાં બેસીને વાર્તા સાંભળી રહ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહથી વાર્તા સાંભળી રહ્યા છે. આ કથા ખાસ કરીને આજની પેઢી માટે તેમજ અંગ્રેજી માધ્યમમાં ભણતા આજના વિદ્યાર્થીઓ માટે કામની છે.
વીડિયો દક્ષિણ ભારતનો હોવાની શક્યતા:
મળતી માહિતી અનુસાર, આ વીડિયો દક્ષિણ ભારતનો છે, કારણ કે આ વીડિયોમાં જોવા મળતી પૂજા સામગ્રી અને સમગ્ર પૂજા પદ્ધતિ દક્ષિણ ભારતીય સંસ્કૃતિની હોય તેવું લાગી રહ્યું છે. વિડિઓમાં કથા સાંભળનાર પરિવાર પણ દક્ષિણ ભારતીય લાગે છે. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં અંગ્રેજી બોલાય છે.
સોશિયલ મીડિયા પર ખૂબ જોવાયો વાયરલ વીડિયો:
હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે અને લોકો તેના પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. અંગ્રેજીમાં સત્યનારાયણની કથા નવી પેઢી અને અંગ્રેજીમાં ભણેલા છોકરાઓને કામમાં લાગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.