Farmer desi jugad: આ દુનિયામાં જુગાડ કરનાર લોકોની કોઈ કમી નથી. તમે ગમે ત્યાં જશો ત્યાં તમને કોઈને કોઈ જુગાડું માણસો જોવા મળશે જ. દરેક શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં આવા (Farmer desi jugad) પ્રકારના માણસો હોય જ છે. જે પોતાનું મગજ વાપરી પોતાના કામને સરળ બનાવે છે. ઘણી વખત એવા જુગાડ જોવા મળે છે, જેને જોઈ લોકો આશ્ચર્ય પામી જાય છે. જે કોઈ લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, તેમણે આવા વિડિયો જોયા જ હશે. હમણાં જ એક એવો વિડિયો વાયરલ થયો છે.
શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં?
તમારામાંથી જેટલા લોકો ગામડામાં રહેલા છે અથવા તો ગામડાની મુલાકાત લેતા હોય છે, તેમણે જોયું જશે કે ગામમાં પશુઓ માટે ઘાસચારો કાપવા માટે એક મશીન રાખવામાં આવે છે. ખેતરોમાંથી લાવવામાં આવેલ ઘાસને તે મશીન દ્વારા કાપવામાં આવે છે અને ત્યારબાદ પશુઓને ખાવા માટે આપવામાં આવે છે.
આ મશીનમાંથી જ્યારે આ ચારો કપાય છે તો તે ચારેય તરફ ખૂબ ઉડે છે. એક વ્યક્તિએ આ વસ્તુને રોકવા માટે એક ગજબ જુગાડ લગાવ્યો હતો. તેણે એક ટ્રેક્ટરના જુના ટાયરને કાપી તેને તે મશીન ઉપર ફીટ કર્યું હતું. હવે જ્યારે ચારો કપાય છે તો તે ટાયરને લીધે ચારે તરફ ઉડતો નથી અને ટાયર સાથે અથડાઈને નીચે પડી જાય છે.
તમે હમણાં જે વાયરલ વીડીયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે નવી નવી ટેકનીકના મામલામાં આપણે ભારતવાસીઓ સૌથી આગળ છીએ. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે આ લેટેસ્ટ ટેકનોલોજી છે. અન્ય વ્યક્તિએ લખ્યું કે આખી દુનિયાને જુગાડ કરવાનું ભારત પાસેથી શીખવું જોઈએ. ત્રીજા વ્યક્તિએ લખ્યું કે આ ટેકનીક તો ખૂબ સારી છે. એક વ્યક્તિએ લખ્યું કે આ જુગાડ બધાએ અજમાવવો જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App