કોઈ ભ્રષ્ટાચારી અધિકારીનો વિડીયો ઉતારતા એ તમને રોકી ના શકે! રોકે તો તેને થશે જેલ- જાણો કાયદો

આજકાલ સોશિયલ મીડિયામાં વારવાર ભ્રષ્ટાચારી પોલીસ કારમી કે સરકારી અધિકારીના વિડીયો વાઈરલ થતા હોય છે અને ભ્રષ્ટાચારી તત્વોને તંત્ર સસ્પેન્ડ કરતું હોય છે પરંતુ ઘણી…

આજકાલ સોશિયલ મીડિયામાં વારવાર ભ્રષ્ટાચારી પોલીસ કારમી કે સરકારી અધિકારીના વિડીયો વાઈરલ થતા હોય છે અને ભ્રષ્ટાચારી તત્વોને તંત્ર સસ્પેન્ડ કરતું હોય છે પરંતુ ઘણી વખત આવા વિડીયો ઉતારવા જનારને ખરાબ અનુભવ થતો હોય છે. ઘણી કચેરીઓમાં બોર્ડ લગાવેલા હોય છે કે અહી વિડીયો રેકોરીંગ કરવું મનાઈ છે પરંતુ મિત્રો શું તમે જાણો છો ?… ભ્રષ્ટાચાર ને ઉઘાડાં પાડવા ફોટા પાડતા કે રેકોર્ડિંગ કરતા બળજબરી પૂર્વક રોકવામાં આવે તો એ કલમ – ૩૨૩, ૩૫૦ મુજબ ફોજદારી ગુન્હો બને છે.

ભારતીય બંધારણની કલમ – ૧૯ મુજબ દરેક નાગરિકનો વાણી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો હક્ક છે. રસ્તા ઉપર કે સરકારી કચેરીમાં કે અન્ય કોઈ જગ્યાએ મોબાઈલથી વિડીયો ન ઉતારી શકાય એવો કોઈ કાયદો ભારતમાં કે ગુજરાતમાં બન્યો જ નથી. જેવી રીતે રજીસ્ટર્ડ અને નોન-રજીસ્ટર્ડ મીડિયા દરેક જાહેર પ્રવૃત્તિનું વિડીયો રેકોર્ડિંગ કરી શકે છે એવી જ રીતે દેશને કર ચૂકવતો દરેક નાગરિક સરકારની કોઈ પણ પ્રવૃત્તિ નું રેકોર્ડિંગ કરી શકે છે.

દેશમાં જ્યાં ખોટું થતું હોય, જ્યાં તમારી સાથે અન્યાય થતો હોય ત્યાં તમે બિન્દાસ્ત રેકોર્ડિંગ કરી શકો છો. જો તમને રેકોર્ડિંગ કરતા બળજબરીપૂર્વક રોકવામાં આવે તો એ કલમ-૩૨૩, ૩૫૦ મુજબ ફોજદારી ગુનો બને છે.

દેશની અગત્યની સરકારી સંસ્થાનો જેવા કે ઇસરો, અણુમથકસીબીઆઈહાઈકોર્ટ વગેરે ની અંદર કે બહારથી વિડીયો કરવું ગુનો બને છે, બાકી કોઈપણ જાહેર રોડ પર બનતી કોઈ પણ સરકારી કાર્યવાહી કે અન્ય બાબતનો વિડીયો ઉતારવો એ કાયદેસર રીતે ગુનો નથી.

કોઈ સરકારી વ્યક્તિ તમને વિડીયો બનાવતા રોકે તો એને સામે સવાલ કરો “વીડિયો રેકોર્ડિંગ કરવું કાયદા વિરોધ છે?”, “કઈ કલમ મુજબ વિડીયો કરવાની મનાઈ છે?”

અને બીજું કે કોઈ સરકારી વ્યક્તિ ખોટું કરતો હોય તો તેની સાથે વાતચીત કર્યા વગર કે તેને સ્પર્શ કર્યા વગર દૂર ઉભા ઉભા વિડીયો રેકોર્ડિંગ કરવું એ સરકારી કામમાં અડચણ નથી,આપણે કોઈ પણ સરકારી કર્મચારીઓની જાહેર ફરજનું અવલોકન કરવાનો અધિકાર ધરાવીએ છીએ.

રેકોર્ડિંગ કરશો તો પોલીસ બોલાવીશ, અથવા ફરજ માં રુકાવટ કરી એવી બધી ધમકી થી ડરવું જોઈએ નહીં… અને તે અધિકારી વિરુદ્ધ ઉપરી અધિકારી સમક્ષ ફરિયાદ કરવી જોઈએ જેથી ભ્રષ્ટાચાર મુક્ત ભારત માં આપણે સહયોગી બની શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *