તમારે હવે એર ફ્રેશનર્સની ઉપયોગ કરવાની જરૂર નથી! કુદરતી રીતે રાખો તમારા ઘરને સુગંધિત

Air fresheners: શું તમે પણ ઈચ્છો છો કે તમારા ઘર કે ઓફીસ માં આવતા મુલાકાતીઓ તમારા વખાણ કરતા થાકે નહિ?, તો આજે જ આ સુંદર ફૂલો(Air fresheners) વાળા છોડ ઉગાડો. તે સહેલાઈથી  મળી જશે અને ખાસ કાળજી રાખવાની જરૂર પડશે નહિ. તેથી તમારું ઘર આકર્ષક લાગશે અને સુંદર ફૂલોથી મહેકી ઉઠશે.

ગુલાબ

ગુલાબના ફૂલનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે, ગુલાબથી રોગોની સારવાર થાય છે અને તેનાથી ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે.. તમે આ ફૂલનો ઉપયોગ કરીને તમારા ઘરમાં નૈસર્ગિક રીતે આકર્ષક વાતાવરણ બનાવી શકો છો.અને તમે તમાર ઘર તેમજ ઓફીસ ને મેહ્કાવી શકો છો.

બારમાસી અથવા ચાંદની

જો તમે તમારા ઘર, ઓફિસ, બગીચામાં કાયમ બારેમાસ સુંદર ફૂલ હોય તેવું ઈચ્છો છો, તો ચાંદની(બારમાસી)નો છોડ તમને સંપૂર્ણ પાને યોગ્ય  છે. આ છોડમાં આવતા સફેદ રંગના આકર્ષક ફૂલ તમારા ઘરમાં ચાર ચાંદ લગાવી દેશે. આ ફૂલ સફેદ ઉપરાંત ગુલાબી રંગના પણ હોય છે.આની સારસંભાળમાં માત્ર યોગ્ય સમયે પાણી આપવું પડે છે.

ડચ રોઝ

ભારતમાં ખેડૂતો વર્ષોથી ડચ રોઝની ખેતી કરતા આવી રહ્યા છે. તેઓ નાની જમીનમાં પણ મોટી કમાણી કરે છે. લગ્નની સિઝનમાં ફૂલોની માંગ વધી જાય છે અને લોકો તેનો ઉપયોગ વર-વધુની કાર સજાવવા અને પૂજામાં પણ કરે છે. આ જ કારણ છે કે, ગુલાબની ખેતીએ તેમના જીવનમાં ખુશીઓ લાવી છે.

પોર્ટુલાકા  ગ્રાન્ડિફ્લોરા(નોબચી , ટેબલ રોઝ )

પોર્ટુલાકા ગ્રાન્ડિફ્લોરા, જેને હિન્દીમાં નોબચી કે ટેબલ રોઝ પણ કહેવાય છે, એક રસદાર ફૂલ વાળો છોડ છે જે સામાન્ય રીતે ઘાસની જેમ ફેલાયો છે. આ છોડ સુકાય ત્યાં સુધી જીવિત રહે છે. આ છોડને બગીચા અથવા કુંડામાં સરળતાથી ઉગાડી શકો છો. તેના ફૂલ પીળા, ગુલાબી, સફેદ, નારંગી અને લાલ રંગના હોય છે અને દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે.

અપરાજીતા

તમે તમારા ઘર અને બગીચાને સુંદર બનાવવા માંગો છો તો અપરાજિતાનો વેલ વાળો છોડ તમારા માટે ખાસ ઉપયોગી છે. તેના રંગીન ફૂલો ઘર કે ઓફિસની સજાવટને સુંદર બનાવે છે. આ ફૂલોમાં વાદળી અને સફેદ રંગના ફૂલ આવે છે અને ઉનાળાના થોડા સમયને બાદ કરતા દરેક સમયે ફૂલો આવે છે.