ઘર-ઘરના રસોડામાં જોવા મળતા બટાકાના એટલા ફાયદા થાય છે કે, જાણી તમે પણ ચોંકી ઉઠશો

Published on: 3:51 pm, Wed, 6 January 21

બટાટાએ બધાના પસંદની શાકભાજી છે અને તેનો ઉપયોગ બધા ઘરોમાં થાય છે. બટાકાની ખાસિયત એ છે કે, તેને સરળતાથી અન્ય કોઈપણ શાકભાજીમાં ભેળવી શકાય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે, બટાટાના વધુ પડતા ઉપયોગથી મેદસ્વીતામાં વધારો થાય છે. તેથી આજકાલ મોટાભાગના લોકો તેને ખાતા નથી. બટાટા માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી હોતા પરંતુ તેના બીજા ઘણા ફાયદા પણ છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. ચાલો જાણીએ તેના ફાયદાઓ.

બટાકામાં ઘણા ઔષધીય અને સૌંદર્યલક્ષી ગુણધર્મો હોય છે. તેમાં સ્ટાર્ચની માત્રા વધુ છે અને તે પોષક તત્વોથી ભરપુર છે. આ ઉપરાંત બટાકાનો ટુકડો કાપો અને તેને લગભગ 10 મિનિટ સુધી તમારી આંખો પર રાખો. થોડા સમય પછી, તમારી આંખોને નવશેકાં પાણીથી ધોઈ લો. આ કરવાથી તમારી આંખોની કરચલીઓ દુર થશે.

પોટેશિયમ, સોડા, આયર્ન, કેલ્શિયમ, વિટામિન A,C અને D બટાકામાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત પાણીમાં બટાટા ભેળવીને તમે તમારા માથા પર પણ લગાવી શકો છો. આ કરવાથી તમારા વાળ ચળકતા અને નરમ થઈ જશે. આ સિવાય બટાટાના પાણીથી ટાલ પડતી પણ દૂર થાય છે.

બટાટાના 1 ચમચી રસમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડી મુલ્તાની માટી નાખો. પેસ્ટને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ, તમારા ચહેરા પર 10-15 મિનિટ માટે પેસ્ટ લગાવો. થોડા સમય પછી તેને પાણીથી ધોઈ લો. દરરોજ આ કરવાથી, તમારો ચહેર પરની ફોલ્લીઓ અને કરચલીઓ દુર થશે.

બટાકા અને ટામેટાંનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને રોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર દરરોજ લગાવો અને સવારે ઉઠીને ચહેરાને હળવા પાણીથી ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પર હાજર પિમ્પલ્સ તરત જ અદૃશ્ય થઈ જશે અને તમારો ચહેરો સફેદ દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle