તમે કોઈ દિવસ સપનામાં પણ નહિ વિચાર્યું હશે કે રાંધણ ગેસ આટલો સસ્તો થઇ જશે, જાણો ભાવ…

1 માર્ચથી ગેસ સિલિંડરની કિંમતમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં રસોઈ ગેસના સિલિંડરમાં ભાવમાં ફેરફાર થાય છે. જોકે આ વખતે…

1 માર્ચથી ગેસ સિલિંડરની કિંમતમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં રસોઈ ગેસના સિલિંડરમાં ભાવમાં ફેરફાર થાય છે. જોકે આ વખતે ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત જોવા મળી રહી છે. આજથી ગેસ સિલિન્ડર 53 રૂપિયા સસ્તુ થઈ ગયું છે. 1 માર્ચ એટલે કે આજથી જ આ નિયમ લાગુ થઇ ગયો છે. એલપીજીમાં ભાવઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી 858.50 રૂપિયામાં મળતો સિલિન્ડર 805.50 રૂપિયામાં મળશે. મહત્વનું છે કે ગત મહિને સબસીડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં એકઝાટકે 150 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે ભાવ ઘટાડવામાં આવ્યો છે.

ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વગર સબ્સિડી વાળા 14.2 કિલોગ્રામ રસોઈ ગેસ સિલિન્ડરનો ભાવ 805.50 રૂપિયા છે. ત્યાં જ કોલકાતામાં વગર સબ્સિડી વાળા ગેસ સિલિન્ડરનો ભાવ 839.50 રૂપિયા, મુંબઈમાં 776.50 રૂપિયા અને ચેન્નાઈમાં 826 રૂપિયા છે.

કઈ રીતે નક્કી થાય છે ગેસ સિલિન્ડરના ભાવ

સરેરાશ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દર અને વિદેશી મુદ્રાના એક્સચેન્જ રેટના હિસાબથી એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે. આજ પ્રકારે LPG સિલિન્ડરની સબ્સિડીની રકમમાં પણ દર મહિને બદલાવ થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે તો સરકાર વધુ સબ્સિડી આપે છે અને જ્યારે રેટ નીચે આવે છે તો સબ્સિડીમાં ઘટાડો કરે છે. ટેક્સ નિયમો અનુસાર રસોઈ ગેસ પર જીએસટીની ગણત્રી ઈંધણના બજાર મુલ્ય પર જ નક્કી કરવામાં આવે છે.

પોતાના શહેરના રાંધણ ગેસ સિલેન્ડરના ભાવ આવી રીતે ચેક કરો

IOCની વેબસાઇટ પર જઈને https://indane.co.in/tarrifs_price.php પર ક્લિક કરો. ત્યાં તમને Show All Marketનું ટેબ દેખાશે. તેની પર ક્લિક કરશો તો રાંધણ ગેસ સિલેન્ડરના ભાવો સાથે જોડાયેલા યાદી આપવામાં આવશે. તેમાં તમારા શહેરના ભાવ સર્ચ કરીને પણ જાણી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *