સેલ્ફીના ચક્કરમાં મળ્યું દર્દનાક મોત- જાણો ગુજરાતમાં ક્યા બની હૈયું ચીરી નાખતી ઘટના

દીવ(ગુજરાત): હાલમાં દીવ(Diu)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દીવના નાગવા બીચ(Nagwa Beach) પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન દરિયામાં તણાઈ ગયો હતો અને…

દીવ(ગુજરાત): હાલમાં દીવ(Diu)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દીવના નાગવા બીચ(Nagwa Beach) પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન દરિયામાં તણાઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સુત્રાપાડા(Sutrapada) જીએચસીએલ કંપનીમાં નોકરી કરતા 6 મિત્ર રજા હોવાથી કાર લઈને દીવ ફરવા માટે આવ્યા હતા અને બપોરના 4 વાગ્યાના અરસામાં નાગવા બીચ નજીક આવેલા ખડકની ટેકરી પરથી સમુદ્રનાં મોજાં સાથે સેલ્ફી લઈ રહ્યા હતા.

આ દરમિયાન, અચાનક જ ઊંચું મોજું આવતા દુર્ગા પ્રસાદ વેકતરાવ ઘેરીડી દરિયાના પાણીમાં ગરક થઈ ગયો હતો. આની જાણ થતાં જ નાગવાની સ્પીડ બોટ અને ફાયર સ્ટાફની મદદથી આ યુવાનને દરિયાના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ બનાવની જાણ મૃતકની પત્નીને કરવામાં આવી હતી. મૃતક યુવાનને બે બાળક પણ હોવાનું સામે આવ્યું છે. તેમણે પિતાની છત્રછાયાં ગુવામતાં પરિવારજનો શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવને લઈ નાગવા પોલીસ ચોકી ઈન્ચાર્જ ભાઈદાસ સોલંકી, હે.કો. અરવિંદ બારૈયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *