વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: સગીરાએ પોતાના ગુપ્તાંગનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર કર્યા વાયરલ, માતા-પિતાને જાણ થતા…

અમદાવાદ (gujrat): હાલમાં માતા-પિતા માટે એક ચેતવણીજનક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ઓનલાઈન અભ્યાસના બહાને એક સગીરા રૂમમાં એકલી રહીને પોતાના ગુપ્તાંગની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી રહેતી હતી. આની સાથે જ પોતાની માસીની દીકરીને પણ આવું કરવાનું કહેતી હતી.

માતા-પિતાને આની જાણ થતાંની સાથે જ બંનેને હાર્ટ-એટેક આવ્યો હતો. તેમની સમજાવટ પછી પણ સગીરાએ આવી હરકતો શરુ રાખતાં માતાએ દીકરીને સમજાવવા મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લેવામાં આવી હતી. માતા-પિતાએ તેને ઘરમાં રાખવાની ના પાડી હતી પણ સગીરાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરવાની તેમજ માતાની હાજરીમાં હવે ઓનલાઇન અભ્યાસ કરવાનું કહેતા તેને રાખવા તૈયાર થયાં હતાં.

સગીરાએ ઈન્સ્ટાગ્રામ પર ન્યૂડ વીડિયો મૂક્યા હતા:
શહેરના મણિનગર વિસ્તારમાં 15 વર્ષની સગીરા તેનાં માતા-પિતાની સાથે રહે છે. કોરોનાને લીધે ઓનલાઇન અભ્યાસ શરુ થયો હતો કે, જેને લીધે તેને એક મોબાઈલ લઇ આપ્યો હતો. તેને અભ્યાસમાં તકલીફ ન પડે એ માટે એક પર્સનલ રૂમ પણ આપવામાં આવ્યો હતો.

ધીમેં-ધીમેં અભ્યાસ કરવાને બદલે મોબાઈલનો દુરુપયોગ શરૂ કરી દીધો હતો. એકલતાનો લાભ લઈને સગીરા રૂમમાં પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ પાડતી હતી. ધીમેં-ધીમેં તેને આવી પ્રવૃત્તિમાં રસ પડતાં તેણે ન્યૂડ વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા તેમજ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા. જેને લીધે તેની પોસ્ટ પર છોકરાની ગંદી કોમેન્ટ પણ આવવા લાગી હતી. સગીરા આવી રીતે કરવા લાગી તેમજ તેને મજા આવતી હતી.

માસીની દીકરીએ સગીરાનાં માતા-પિતાને જાણ કરી:
સગીરાએ પોતાની માસીની દીકરી સાથે આ વાત શેર કરતા તેને પણ આ રીતે ગુપ્ત ભાગના ફોટોઝ પાડીને ન્યૂડ વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા જણાવ્યું હતું. માસીની દીકરીએ આ રીતે ગંદી હરકતો કરવાનું કહેતાં તેણે પોતાનાં માતા-પિતાને જાણ કરી દીધી હતી.

સગીરાના પરિવારને આ મામલે જાણ કરતા દીકરીની આવી હરકતો સાંભળીને માતા-પિતાને એટેક આવ્યો હતો. તેમણે સગીરાને ખૂબ સમજાવી હતી પણ થોડા દિવસ પછી ફરીથી તેણે પોતાની આવી હરકતો શરૂ કરી હતી. સગીરાએ આવી હરકતો બંધ ન કરતાં તેમણે મહિલા હેલ્પલાઇન અભયમ્ની મદદ લીધી હતી.

હેલ્પલાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું:
મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સગીરાના ઘરે જઈ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેને સાયબર ક્રાઈમ તથા ચાઈલ્ડ હેલ્પલાઇન અંગેની જાણ કરીને આવી હરકતો ન કરવા સમજાવવામાં આવી હતી. દીકરીની હરકતને જોઈ માતા-પિતાએ તેને રાખવાની ના પાડી દેવામાં આવી હતી.

સગીરાને પોતાની આવી હરકતોથી પસ્તાવો થયો હતો તેમજ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી દીધું હતું કે, જ્યાં સુધી પોતાનાં માતા-પિતા ન કહે ત્યાં સુધી મોબાઈલ નહિ વાપરે. માતાની હાજરીમાં જ મોબાઈલથી ઓનલાઇન અભ્યાસ કરશે એવી તેણે બાંયધરી આપવામાં આવી હતી. આમ, હેલ્પલાઇનની ટીમ દ્વારા સગીરાને શે ક્સ્યૂઅલ પ્રવૃત્તિનો ભોગ બનતાં અટકાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *