સુરત ફરીએકવાર લોહીથી રંગાયું- અજાણ્યા યુવકની લાશ એવી સ્થિતિમાં મળી આવી કે…

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, સુરતમાં સતત હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ ચોરી જેવી ઘટના સતત સામે આવી રહી છે. આ દરમિયાન ગઈ કાલે સુરતના ગોડાદરામાં આવેલ એક આંગણવાડીના આંગણામાં એક અજાણ્યા યુવકની લોહીમાં લદબદ લાશ મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. આ યુવાનની કોઈ ઇસમે રાત્રે હત્યા કરી નાખી હોય તેવી વિગત પ્રાપ્ત થતા પોલીસ દ્વારા આ યુવાનની હત્યા કોણે અને ક્યારે કરી તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.

આવી ઘટના અટકાવવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે ત્યારે સતત આવી ઘટના બનતી જોઇને સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં સાવર પડતા હત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈ કાલે ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલ નંદન આંગણવાડી ખાતે એક યુવાનની લોહીથી ભરેલી લાશ મળી આવી હતી.

આ દરમિયાન ઘટનાની જાણકરી મળતા ગોડાદરા પોલીસ દ્વારા તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચીને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ યુવાની કોઈ ઈસમે અંગત અદાવતમાં રાત્રી દરમિયાન કરપીણ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી મૃતક યુવાન કોણ છે અને તેની હત્યા કયારે અને કોણે તેમજ ક્યાં કારણોસર કરી તે દિશા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હત્યાની ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં હાહાકર સાથે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો.

પોલીસ દ્વારા આ મામલે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકઠાં કરવાની શરૂઆત કરવામાં આવી છે. જો આસપાસમાં સીસીટીવીની યોગ્ય ગોઠવણ નહીં હોય તો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ પર આધાર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *