માં મોગલના પરચા અપરંપાર છે. જેને માં મોગલ પર વિશ્વાસ છે. તેની માટે આઈ મોગલ આખી દુનિયા છે. માં મોગલ પોતાના ભકતોને કયારેય દુઃખી નથી જોઈ શકતા. કાબરાઉ ધામે બિરાજમાન માં મોગલનું નામ લેવા માત્રથી જ બધાના દુઃખ દૂર થઇ જાય છે. જ્યાં મણિધરબાપુ પણ બિરાજમાન છે. માં મોગલ ત્યાં આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે. જો સાચા દિલથી કોઈ તેમની મનોકામના માંગે તો તેની મનોકામના જરૂરથી પુરી થાય છે. એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.
આજ દિન સુધી માતાજીએ પોતાના ભક્તોને અઢળક પરચાઓ આપ્યા છે. આજે આપણે એક યુવક વિશે વાત કરીશું કે જે અમેરિકાથી માં મોગલની માનતા પૂરી કરવા માટે અહીં પોતાના વતન આપ્યો હતો. તેના વિષે આપણે આજે ચર્ચા કરીશું તો યુવકે પોતાના દીકરાને લઈને માનતા માની હતી. અને માં મોગલે એની માનતાને પૂરી પણ કરી હતી.
આ ગુજરાતી યુવક પોતાના પરિવાર સાથે વિદેશમાં રહે છે અને યુવક ખુબજ સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે વર્ષોથી પરિવારમાં ખુબજ સુખ શાંતિ હતી અને કૂઈ વસ્તુની કમી નોહતી ત્યારે આ યુવકને પોતાની મુશ્લ્કેલીમાંથી માં મોગલે ઉગારો હતો અને પરિવાર સમેત સૌને ખુશ ખુશાલ કરી દીધા હતા. જણાવી દઈએ તમને કે યુવક પોતાની માનતા પૂરી કરવા આવ્યા હતા.
જયારે યુવક અહી આવે છે ત્યારે તેઓ કહે છે કે, તેણે માનતા રાખી હતી. જે કામ પૂર્ણ થઇ જતાની સાથે જ યુવક કબરાઉ ધામ આવીને 42 હજાર રૂપિયા માં મોગલના ચરણે ચડાવશે. અને પૂજા કરશે ત્યારે માં મોગલની માનતા પુરી કરી હોવાથી તેની માનતા પૂરી કરવા માટે તરત જ અમેરિકાથી કબરાઉ ધામ આવી પહોંચે છે અને માં મોગલના દર્શન કરે છે.
જયારે યુવક અહી આવે છે ને દર્શન કરે છે ત્યારે એવામાં કબરાઉ બિરાજમાન એવા મણીધર બાપુ કે જેણે આ યુવકને પૂછ્યું કે આ શેની માનતા રાખી હતી. તે યુવકે કહ્યું કે મારું કામ થઈ ગયું છે તેથી હું માનતા પુરી કરવા આવ્યો છું. મણીધર બાપુએ એ રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા અને કહ્યું કે આ પૈસા તો તારી દીકરીને આપજે માં મોગલ રાજી થઈ જશે. આમ બાપુએ માતાજીના આશીર્વાદ સાથે ભેટ પણ આપી.
આ સાથેજ આહીના લોકોનું દ્રઢપણે માનવું છે કે માતાજી સૌ કોઈનું કામ કરે છે અને ધ્યાન રાખે છે બસ જરૂર છે એક સાચા વિશ્વાસ ને શ્રદ્ધાની માં મોગલ પર તમે જે વિશ્વાસ રાખ્યો છે તેથી જ તમારું કામ થયું છે આ કોઈ ચમત્કાર નથી અને માં મોગલ પર હંમેશા આવો જ વિશ્વાસ રાખજો. માં મોગલ હંમેશા તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.