Youth dies of heart attack in Ahmedabad: “ઝીંદગી એક સફર હૈ સુહાના…યહા કલ કયાં હો કીસને જાના….” હાલના સમયમાં આ પંકીત એકદમ સાચી સાબિત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં સતત કાર્ડીયાક એરેસ્ટના તથા હાર્ટ એટેકનાના પ્રમાણમાં ચીંતાજનક વધારો થઇ રહ્યો છે, તે ખુબ જ આઘાતજનક છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.
ચિંતા એ વાતની છે કે, ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 3 યુવાનોના મોત થયા છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના 29 વર્ષના યુવકનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ(Youth dies of heart attack in Ahmedabad) થઈ ગયું છે. હર્ષ સંઘવી નામનો આ યુવક બે દિવસ માટે રાજસ્થાનના ભાંડવાજી ખાતે યાત્રાએ ગયો હતો. જ્યાંથી પરત ફરતા સમયે મંગળવારે રાત્રે બસમાં જ હાર્ટ એટેક આવતા કરુણ મોત નિપજ્યું છે.
2 વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી
મળતી માહિતી અનુસાર, ખાનપુરનો આ યુવક સોડીઓનો વેચારી હતો અને ઘરેથી જ કામ કરતો હતો. જ્યારે તેના પિતા યુવકના મૃત્યુ બાદ પરિવારે વહેલી સવારે 3 વાગ્યે અમદાવાદ પહોંચ્યો હતો. યુવક પરિણીત હતો અને તેને બે વર્ષની દીકરી પણ છે. આમ, રાજસ્થાન તીર્થ યાત્રા કરી પરત ફરતી વખતે બસમાં જ એટેક આવ્યો હતો. હર્ષ સંઘવી 2 વર્ષીય નાની દીકરી અને પત્ની સહિત પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube