12 વર્ષની બાળકી અને માતા સાથે ગેંગરેપ, અર્ધનગ્નાવસ્થામાં રોડ પર ભટકતી રહી… -ઉજ્જૈનની પીડિતાએ જણાવી આપવીતી

Gang rape of 12 year old disabled girl in Ujjain: ભારતમાં દિવસે ને દિવસે દુસ્કર્મની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અમુક દુસ્કર્મની ઘટના એવી હોય છે કે જેને જોઇને તમારા રુંવાટા ઉભા થઈ જાય છે. એવી જ એક ઘટના ધર્મ નગરીના નામે ઓળખાતું એવું ઉજ્જૈનમાં સામે આવી રહી છે. જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. અહી ગેંગરેપનો ભોગ બનેલી 12 વર્ષની બાળકી લોહીથી લથપથ અર્ધ નગ્ન અવસ્થામાં લોકોની પાસે મદદ માંગી રહી હતી.પરંતુ ત્યાં ઉભેલા લોકોને(Gang rape of 12 year old disabled girl in Ujjain) તેની ઉપર દયા ન આવી.ત્રણ કલાકથી વધુ સમય સુધી ગલીઓમાં ભટકતી રહેતી આ છોકરીને હવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે. પીડિતાએ કહ્યું છે કે તેની માતા પર પણ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અને તે કોઈક રીતે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી. પોલીસ ન તો તેની માતાને શોધી શકી છે કે ન તો તેઓ ગુનેગારોને શોધી શક્યા છે.

દુસ્કર્મનો ભોગ બનેલી આ બાળકી લોહીથી લથપથ હતી અને તેના શરીરના નીચેના ભાગમાં કપડા પણ નહોતા. તે લાંબા સમય સુધી લોકો પાસે મદદ અને આજીજી કરી રહી હતી. લોકો તેને માનસિક રીતે વિકૃત માનતા હોવાથી લોકો તેને મદદ પણ કરી ન હતી. તે અહીંથી ત્યાં ભટકતી રહી અને પછી મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારના મુરલીપુરામાં બેભાન થઈ ત્યાં ઢળી પડી.

આ પછી કેટલાક લોકોએ પોલીસને જાણ કરી. પોલીસ બાળકીને હોસ્પિટલ લઈ ગઈ ત્યાં પછી ખબર પડી કે તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેની હાલત ખુબ નાજુક બની ગઈ હતી. પીડિતાને સારી સારવાર માટે ઇન્દોર મોકલવામાં આવી હતી, જ્યાં લોહી ચઢાવ્યા પછી તેની સ્થિતિમાં સુધારો થયો હતો.

નરાધમોએ તેની મા સાથે પણ આચરી બર્બરતા
ઉજ્જૈનના ACP સચિન શર્માએ જણાવ્યું છે કે, “પોલીસે આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. યુવતી ઉત્તર પ્રદેશની છે અને તેણે પોલીસને જણાવ્યું છે કે તેની માતા સાથે પણ નિર્દયતા કરવામાં આવી હતી. બાળકીના જણાવ્યા મુજબ, તેની અને તેની માતાની સાથે કેટલાક લોકોએ તેની પર ગેંગરેપ કર્યો હતો. જેમ કરીને ભાગવામાં સફળ રહી હતી. તેણીને ખબર નથી કે આરોપીઓ કોણ હતા. બાળકીને તેની માતાની પણ ચિંતા સતાવી રહી છે, માતાનો હજુ સુધી કોઈ ખબર મળી નથી.

લોકો જોતા જ રહ્યાં જરા પણ મદદ ન કરી
પોલીસને કેટલાક CCTV ફૂટેજ મળી આવ્યા છે જેમાં યુવતી ભટકતી જોવા મળી રહી છે. તે ઘરની બહાર ઉભેલા વ્યક્તિ પાસે મદદ માંગતી પણ જોવા મળી રહી છે. પણ એ માણસ તો માત્ર જોઈ જ રહ્યો. બાળકીએ એક મહિલાને તેની ઘટના વિશે પણ જણાવ્યું હતું, પરંતુ તેણે પણ ધ્યાન આપ્યું ન હતું. જે લોકોએ બાળકીને ભટકતી જોઈ તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. છોકરીનું ઓપરેશન કરાતા તેની તબિયત સારી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈપીસીની કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધી છે અને તેને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *