Youth from Godhra died in a plane crash: અમેરિકા ના લોસ એન્જલસમાં એક પ્લેન દુર્ઘટના ઘટી હતી જેમાં ફ્લાઈંગ સ્કૂલમાં NRI ઈન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત મૂળ ગુજરાતની વ્યક્તિનું મોત નીપજ્યું છે. ટૂ સિટર સિંગલ એન્જિનના સ્મોલ એરક્રાફ્ટને પાયલટ રોનક કાંચડિયા ઉડાવી રહ્યા હતા.જયારે પ્લેનને નીચે ઉતારવાનો સમય આવ્યો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ સમગ્ર ઘટનાની(Youth from Godhra died in a plane crash) જાણ તેમના પરિવારના લોકોને કરી દેવામાં આવી છે.
અત્ર ઉલ્લેખનીય છે કે તેમના મૃતદેહને હજુ પોલીસ કસ્ટડીમાં જ રાખવામાં આવ્યો છે.તેઓ DNA ટેસ્ટ કર્યા પછી જ આની ઓળખ અંગે પુષ્ટિ કરશે.ઉલ્લેખનીય છે કે રોનકના પિતા ગોધરાના વતની હતા અને તેમનું હજુ અહીં ઘર પણ હતું. હવે USમાં ફ્લાઈટ સ્કૂલમાં આ દુર્ઘટના ઘટતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બુધવારે રાત્રે આ દુર્ઘટના ઘટી
મળતી માહિતી અનુસાર, રોનકના પિતાનું ગોધરમાં ઘર છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષો પહેલા જ તેઓ અબુધાબીમાં શિફ્ટ થઈ ગયા હતા. જ્યાં રોનકનો જન્મ થયો અને ત્યાં તેનો ઉછેર થયો હતો. નોંધનીય છે કે ત્યારપછી રોનક USAની ફ્લાઈંગ સ્કૂલમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરી રહ્યો હતો. ત્યારે બુધવારે રાત્રે તે સ્મોલ 2 સીટર એરક્રાફ્ટને ટેક ઓફ કરી ટ્રેનિંગ આપતો હતો. આ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી. ફ્લાઈટ લેન્ડિંગ સમયે આ સ્મોલ એરક્રાફ્ટનું જે ફ્રન્ટ હતું તે જમીન પર પટકાઈ ગયું હતું.
જમીન પર પટકાતા આગ લાગી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હજુ સુધી મૃતકોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ વિગતો અનુસાર રોનકના પરિવારને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. તે થોડા વર્ષો અગાઉ જ અહીં અમેરિકા શિફ્ટ થયો હતો. DNA ટેસ્ટિંગ બાદ જ આ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે ત્યાં સુધી તપાસ હાથ ધરાશે. ઓળખની સત્તાવાર જાહેરાત થતાની સાથે તેમના પરિવારને મૃતદેહ સુપરત કરવામાં આવશે.
ફ્લાઈટ ક્રેશ કેવી રીતે થઈ
રોનકના કઝિન રાજુ દરજીએ જણાવ્યું છે કે આ ફ્લાઈટમાં હવામાં ટેકનિકલ એરર થયું હોઈ શકે છે. ત્યારપછી એરરના પરિણામે તેણે લેન્ડિંગ કરવાની ફરજ પડી અને જ્યારે તેને જમીન પર મુકાયું ત્યારે આ દુર્ઘટના ઘટી હશે. ટેકનિકલ ખામી વિના આ પ્રમાણેની મોટી દુર્ઘટના ઘટવી તથા લેન્ડિંગ એરર કેવી રીતે થયું એની પણ તપાસ કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube