આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીનું સેટિંગ આવ્યુ બહાર: હોટેલમાં જે સ્ત્રી સાથે ગયેલા એ બાબતે મોટો ખુલાસો

Bhupat Bhayani Viral Video: આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીના વીડિયોએ અચાનક રાજકીય વાતાવરણ ગરમ કરી દીધું છે. આ વાયરલ વીડિયોમાં સીસીટીવી…

Bhupat Bhayani Viral Video: આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીના વીડિયોએ અચાનક રાજકીય વાતાવરણ ગરમ કરી દીધું છે. આ વાયરલ વીડિયોમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ ભુપત ભાયાણી (Bhupat Bhayani Video) છે, જે મહિલા સાથે ઉભો છે.

ભૂપત ભાયાણીના યુવતી સાથેના તેના આડા સંબંધોના કારણે તે તેના વિધાનસભા વિસ્તાર વિસાવદરથી 500 કિમી દૂર સુરતના કડોદરામાં સુરજ હોટલના રૂમમાં સમય વિતાવતો હતો. જ્યારે તેના પતિને આ વાતની જાણ થઈ ત્યારે તે પોતે અહીં પહોંચી ગયો હતો અને પહોંચતા જ ધારાસભ્ય મોઢા પર રૂમાલ બાંધીને હોટલની બહાર નીકળી ગયા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ યુવતી સાથે રંગરેલીયા મનાવતા હોવાનો મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. આ વિષયમાં મોટો ખુલાસો થયો છે.

ભુપત ભાયાણીએ હોટેલમાં માત્ર ૧ વ્યક્તિની એન્ટ્રી જ કરી હતી અને મહિલાનું આઈડી ખોટું બનાવેલું હતું. હોટેલમાં મહિલાના આઈડી તરીકે પાન કાર્ડ આપવામાં આવ્યું છે જે ખોટું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમજ મહિલાનું નામ પણ રજીસ્ટરમાં લખાયું નથી. વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સહી કરી હોય તે ખોટી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ભૂપત ભાયાણીની વાત કરીએ તો તેમણે પોતાનું આધારકાર્ડ આપીને મહિલાને પોતાની સાથે ૭ નંબરની રૂમમાં લઇ ગયા હતા અને અંદાજે 55 મિનીટ જેટલો સમય એકાંતમાં વિતાવ્યો હતો, જે બાદ મહિલાનો પતિ આવી જતા ભૂપટ ભાયાણી ને મોઢે રૂમાલ બાંધીને ભાગવું પડ્યું હતું.

જ્યારે આ મામલે અમે ધારાસભ્ય ભૂપત ભાયાણી સાથે વાત કરી તો તેમણે આને વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું છે. અને ભુપત ભાયાણીએ આ બાબતે પોતાની ભૂલ સ્વીકારી લઈને કોઈ દીવસ જીંદગીમાં આવું નહિ કરે તેવું નિવેદન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *