સુરતના યુવાને IT કંપનીમાં ઊંચા પગારની નોકરી છોડી શરુ કરી ખેતીવાડી, આજે કરોડોમાં છે કમાણી

Organic Farming: વર્તમાન સમયમાં ખેડૂતો રસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી વધી રહ્યા છે. રાસાયણિક ખેતીના પાકથી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી જ પ્રાકૃતિક ખેતી એજ શ્રેષ્ઠ વિક્લ્પ છે. જો કે આ પ્રાકૃતિક ખેતીના લક્ષ્ય તરફ આગળ વધવાની સાથે સાથે ખેડૂતોની આવક બમણી થાય તે હેતુથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીને તેજ ગતિથી આગળ વધારી છે અને લાખો ખેડૂતોને આ ખેતીમાં જોડ્યા છે. જો કે ગુજરાતમાં એવા ઘણા જાગૃત ખેડૂતો છે જે ઓ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી(Organic Farming) આપવાની સારી એવી આવક ઉભી કરી રહ્યા છે. આવા જ એક યુવા ખેડૂત છે જેમણે આઈટી અન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી બેંગલુરુમાં આઈટી કંપનીના વાર્ષિક રૂ.10 લાખ પેકેજની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને અપનાવ્યાં છે અને ધાર્યા કરતાં બમણી સફળતા મેળવી છે. તો ચાલો જાણીએ આ યુવક વિશે જેણે વાર્ષિક રૂ.10 લાખ પેકેજની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરવાનું શરુ કર્યું.

બહુલ માંડવી તાલુકાનાં ગામડાઓમાં ગુંજતો કરનાર ઉટેવા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત વિકાસભાઈ હસમુખભાઈ ગામીતે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરો અને સ્વસ્થ રહોનો એક સંદેશો આવ્પ્યો છે. 31 વર્ષીય યુવા ખેડૂત વિકાસભાઈ ગામીત તેમની 6 વીઘા જમીનમાં જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ.10 લાખની આવક મેળવી રહ્યા છે. વિકાસભાઈ ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. તેઓ ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી શુદ્ધ દેશી ઘીનું વેચાણ કરી વાર્ષિક રૂ.3 લાખની વધારાની આવક મેળવી રહ્યા છે.

ત્યારે આ અંગે વધુમાં વિકાસભાઈ જણાવે છે કે ખેડૂતનો દીકરો હોવાથી નાનપણથી ખેતીમાં રસ રહ્યો છે, પરંતુ અભ્યાસમાં આગળ વધતા ખેતીકામથી દૂર થયો. વર્ષ 2012માં આઈટી અન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી એચસીએલ પનીમાં વર્ષ 2014થી 2017 સુધી નોકરી કરી હતી. તે દરમિયાન બેંગલુરુની આઈટી કંપનીમાંથી વાર્ષિક રૂ.10 લાખના પેકેજ સાથે અન્ય એક નોકરીની ઓફર આવી હતી. જો કે તેમણે વિચાર્યું કે શહેરમાં કોઈની નીચે રહી કામ કરી પોતાની આવક તો વધારી શકીશ, પરંતુ ખેતીમાં નાનપણમાં રહેલો રસ મુરઝાઈ જશે. તેમણે જણાવ્યું કે ખૂબ મંથનના અંતે માતા-પિતાની સંમતિ મેળવી પ્રકૃતિ વચ્ચે, ગામડામાં રહી પ્રાકૃતિક ખેતી કરવાનો નિશ્ચય કરી માતા-પિતા સાથે ખેતીના કામ જોતરાઈ ગયો.

પ્રાકૃતિક ખેતી જ કેમ કરવાનો નિર્યણ લીધો તે અંગે વિકાસભાઈએ જણાવ્યું કે જયારે મારા પિતા રાસાયણિક ખેતી કરતા હતા એટલે જંતુનાશક દવાના છંટકાવ અને કેમિક્લયુક્ત ખાતરથી અમારી જમીનની ફળદ્રુપતા ઘટી હોવાનું  જાણવા મળ્યું હતું. આ સાથે જ અમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઈ રહી હોવાનું અનુભવ્યું હતું. ત્યારે બીજી તરફ રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી માટે જાગૃતિના પ્રયાસો પણ નજરે જોયા. જેથી રાસાયણિક ખેતીને ધીરે ધીરે છોડી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા.

વધુમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2019માં પ્રથમ વર્ષે જ એક એકરમાં કિચનગાર્ડનમાં મિશ્ર શાકભાજીની ખેતી કરતાં મબલખ ઉત્પાદન મળ્યું હતું. ત્યાર બાદ હવે 6 વીઘામાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત એક વીઘામાં જંગલ મોડલ ફાર્મ બનાવી ખેતરમાં ટામેટાં, મકાઈ, ફણસી, બથુઆની ભાજી, તુવેર, લસણ, મરચાં, કોબીજ, પપૈયા, પાલક, રાઈના પાક વર્ષ દરમિયાન લઉં છું. જેમાં સારો અને ચોખ્ખો નફો મળી રહ્યો છે.

વિકાસભાઈએ જંગલ મોડલ આધારે ખેતી કરી છે. તમને જણાવી દઈએ કે જંગલ મોડલ એક ઓર્ગેનિક ખેતીનું મોડલ છે. આ ખેતીમાં કોઈપણ પ્રકારની ખેડ વગર વિવિધ પ્રકારના પાક એક જ ખેતરમાં વાવવામાં આવે છે. . જંગલ મોડલમાં ખેતી માટેની કોઈ નિશ્ચિત જગ્યા કે માપ હોતાં નથી. આમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં વિવિધ છોડનું વાવેતર થાય છે અને તેમાં થતાં ફળ અને શાકભાજી કે અન્ય ઉત્પાદનોને બજારમાં લઈ જવાય છે. આ પાકોમાં ફળઝાડથી લઈને શાકભાજી અને બાગાયતી છોડ પણ સામેલ હોય છે. જેથી ખેડૂતોને નફો થયા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે અન્ય પાંચ વીઘામાં ડાંગરની વિવિધ દેશી જાતો તથા ચોખા અને હલકા ધાન્ય જેવાં કે, નાગલી, કોદરા, કંગની, મોરૈયો, ચીણો જેવા ધાન્ય અને અનાજ, કઠોળનો પાક લઈ રહ્યો છું. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે આત્મા દ્વારા મને દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે વર્ષે રૂ.10,800ની સહાય સીધા મારા બેંક ખાતામાં જમા થઈ છે. આ સિવાય ખેડૂત મિત્ર તરીકે મહિને રૂ.1,000 પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા પ્રાકૃતિક ખેતી અંગેના શિબિર અને સહાયના કારણે છેવાડાના ગામડાઓના ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે. અને હવે એક બીજાને જોઇને ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે.