‘પ્રેમનો દર્દનાક અંત’ બીજા રાજ્ય માંથી ભાગીને ગુજરાત આવ્યા અને મળ્યું મોત- હચમચાવી દેતી ઘટના

વલસાડ(ગુજરાત): બિહારમાં રહેતો એક યુવક તેની પશ્ચિમ બંગાળમાં રહેતી પ્રેમિકાને ભગાડીને ગુજરાતમાં લાવ્યો હતો. ત્યારે યુવકને એક ખાનગી કંપનીમાં નોકરી મળી જતા પોતાનું નવું જીવન ગુજરાતમાં જ શરૂ કર્યું હતું. પરંતુ ધરમપુર ચોકડી પાસે રોડ ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવતા યુવકનું મોત થયું હતું. જ્યારે મહિલા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, બિહારમાં રહેતા મહમદ તંજિલ નામના યુવક સાથે પશ્ચિમ બંગાળમાં રહેતી પરિણીતા ભાગીને ગુજરાત આવી હતી. જો કે, પાંચ દિવસ પહેલા જ આ પ્રેમી યુગલ વાપી આવ્યું હતું. જ્યાં તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું જીવન જીવી રહ્યા હતા. જો કે, 2 વર્ષ પહેલા મહિલાના અન્ય એક યુવક સાથે લગ્ન થયા હતા.

પરંતુ છેલ્લા 4 વર્ષથી મહમદ તંજિલ અને પરિણીતા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેના કારણે પરિણીતા સાસરે જતી ન હતી. ત્યારે 10 જુલાઈના રોજ પશ્ચિમ બંગાળમાં રહેતા પોતાના પરિવારને જાણ કર્યા વગર પરિણીતા યુવક સાથે ભાગીને ગુજરાત આવી ગઈ હતી. જ્યાં યુવકના એક મિત્રએ યુવકને ખાનગી કંપનીની બાંધકામની સાઈટ ઉપર છૂટક મજૂરીના કામ માટે નોકરીએ રાખ્યો હતો.

ત્યારે 2 દિવસ પહેલા જ્યારે આ પ્રેમી યુગલ ધરમપુર ચોકડી પાસે રસ્તો ક્રોસ કરી રહ્યું હતું. ત્યારે વાપીથી અમદાવાદ તરફ જતી ટ્રકે આ પ્રેમી યુગલને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેને 108 ની મદદથી સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *