હાલમાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. તે સમયે હજુ એક આવો જ બનાવ બન્યો છે. વડોદરા પાસે એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. કેટલીક વાર માર્ગ અકસ્માત તો એટલાં ભયંકર હોય છે કે, ઘણા લોકોનાં મૃત્યુ થતાં હોય છે. માર્ગ અકસ્માતમાં પરિવારજનોનું મોત થવાંથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળતો હોય છે. આવો દુ:ખદ અકસ્માત સર્જાયો છે.
વડોદરા પાસે પાદરા તાલુકાનાં વડુનાં અંધારિયાપુરા વિસ્તારમાં રહેતો સોહિલ અનવર સિંધા ગુરુવારનાં રોજ રાતે કંપનીમાં નોકરીએથી છૂટીને પાછા તેનાં ઘરે મોટર સાઇકલ લઈ જઈ રહ્યો હતો. તે સમયે પાદરા જંબુસર રોડ ઉપર ડભાસા ગામ પાસે પાછળથી આવતી લકઝરી બસે બાઇકને અટફેટમાં લઇ લીધું હતું. એમાં બાઇક ચાલક યુવકનું બનાવ સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ થયું હતું.
બનાવની જાણ પોલીસને કરવામાં આવી તેમ હોવા છતાં સમયસર પોલીસ ન પહોંચતા લોકો દ્વારા પાદરા પોલીસ વિરુદ્ધ ભારે રોષ ઠાલવવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાં વડુ ગામનાં યુવાનો તેમજ આગેવાનો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ માટે પાદરા સરકારી દવાખાને ખસેડયો હતો. લકઝરી બસનો ડ્રાઈવર ભાગી ગયો હતો.
આ ઘટના વિશે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે લકઝરી બસનાં ચાલકની સામે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle