એક બે નહિ પરંતુ આઠ-આઠ પત્નીઓ સાથે રહે છે આ શખ્સ, દરેકને રાતે સમય આપવા બનાવ્યું ટાઇમ ટેબલ

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ખબર અનુસાર એક જ ઘરમાં 8 પત્નીઓ સાથે રહેતા પુરુષની સ્ટોરી હેડલાઇન્સ બની છે. આ વ્યક્તિનું પૂરું નામ ઓંગ ડેમ સોરોટ (Ong Dam Sorot) છે, જે થાઈલેન્ડનો છે. સોરોટને તેની દરેક પત્ની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. ટેટૂ આર્ટિસ્ટ સોરોટને 8 પત્નીઓ છે. મજાની વાત તો એ છે કે, તે તેની તમામ પત્નીઓ સાથે એક જ ઘરમાં એક સાથે રહે છે. બધી પત્ની ઓન્ગ ડેમ સોરોટને ખૂબ પ્રેમ કરે છે અને તેને વિશ્વનો સૌથી સજ્જન માણસ માને છે.

સોરોટે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તેમની પત્નીઓ ચાર અલગ-અલગ બેડરૂમમાં સૂવે છે અને “તેમના પતિ સાથે સૂવા માટે તેમના વારાની રાહ જુએ છે.” એક રીપોર્ટ અનુસાર, ટેટૂ આર્ટિસ્ટ સોરોટ ટીવી શોમાં દેખાયા બાદ ચર્ચામાં આવ્યા હતા. ટીવી શોમાં ઈન્ટરવ્યુ દરમિયાન, તેણે ખુલાસો કર્યો કે તેની 8 પત્નીઓ એકબીજા સાથે ખૂબ જ સારી રીતે રહે છે અને તે બધા “સુમેળપૂર્ણ પારિવારિક સંબંધ” શેર કરે છે.

એકલા યુટ્યુબ પર જ તેમનો આ ઈન્ટરવ્યુ 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન, સોરોટે જણાવ્યું કે તે તેની પત્નીઓને કેવી રીતે મળ્યો હતો. સોરોટ કહે છે કે દરેક વખતે તે પહેલી નજરમાં જ પ્રેમમાં પડ્યો હતો. તે તેની પ્રથમ પત્ની નોંગ સ્પ્રાઈટને મિત્રના લગ્નમાં મળ્યો હતો. જ્યારે તે બજારમાં તેની બીજી પત્ની નોંગ એલને મળ્યો હતો.

આશ્ચર્યજનક રીતે, બીજી પત્ની સોરોટની પ્રથમ પત્ની વિશે જાણતા હોવા છતાં, તેણી તેની સાથે લગ્ન કરવા રાજી થઈ. જાણવા મળ્યું છે કે, સોરોટ તેની ત્રીજી પત્નીને હોસ્પિટલમાં મળ્યા, જ્યારે ચોથી, પાંચમી અને છઠ્ઠી પત્ની અનુક્રમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram, Facebook અને TikTok પર મળી હતી. આ પછી, તેની માતા સાથે ધાર્મિક સ્થળ પર જતી વખતે, સોરોટ રજાઓ દરમિયાન સાતમી પત્ની નોંગ અને પછી આઠમી પત્ની નોંગ માઈને મળ્યો, જ્યાં તેની અન્ય પત્નીઓ પણ હાજર હતી. એક રીપોર્ટ અનુસાર, સોરોટના સફળ લગ્નનું રહસ્ય તેનો મોહક છતાં કાળજી રાખનારો સ્વભાવ હોવાનું જણાયુ છે.

ટીવી ચેનલ સાથે વાત કરતાં, તેની તમામ પત્નીઓએ સર્વસંમતિથી સંમતિ આપી કે તે “ખૂબ જ કાળજી રાખનાર અને વિચારશીલ વ્યક્તિ” છે. પત્નીઓએ પણ સર્વસંમતિથી કહ્યું – “તે અમારી સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે, અમારે ઝઘડવા માટે કંઈ જ નથી.” જ્યારે પૂછવામાં આવ્યું કે શા માટે સ્ત્રીઓએ પહેલેથી જ પરિણીત પુરુષ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, તો બધી સ્ત્રીઓ સંમત થઈ કે તેઓ “તેના પ્રેમમાં પાગલ છે.” મહિલાઓએ પૈસા માટે લગ્ન કર્યા હોવાની અફવાઓ ફેલાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *