સુરતના બહુચર નગરમાં અસામાજિક તત્ત્વોએ યુવાન પર ચાકુ વડે હુમલો કર્યો: જુઓ સીસીટીવી દ્રશ્યો

સુરતમાં નવા પોલીસ કમિશનરની નિયુક્તિ બાદ પણ અપરાધ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા. દિવસેને દિવસે સુરત ક્રાઇમ સિટી બની રહી હોય તેવું લાગી રહ્યું…

સુરતમાં નવા પોલીસ કમિશનરની નિયુક્તિ બાદ પણ અપરાધ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા. દિવસેને દિવસે સુરત ક્રાઇમ સિટી બની રહી હોય તેવું લાગી રહ્યું છે. લોનના હપ્તાની ઉઘરાણી માટે આવેલા બે શખ્સો દ્વારા થયેલા હુમલામાં પોલીસે CCTVના આધારે ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એવામાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બહુચર નગર માં એક એવી જ ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે તેમ પહેલાં તો ત્રણ ચાર યુવકો તેને ઘેરી લે છે. અને થોડી બોલાચાલી થઇ રહી છે.

એટલી જ વારમાં એક યુવક છરી જેવા સાધન થી તેના પર હુમલો કરી બેસે છે જેમાં તેના માથા અને હાથ પર ઇજાઓ પહોંચે છે. પછી તે પોતાનો જીવ બચાવવા માટે નાસી છૂટે છે. હુમલો કરનાર પણ તેની પાછળ પાછળ દોડી રહ્યો છે. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. કતારગામ પોલીસે સીસીટીવી જોઈ તેના આધારે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *