યુવતીની છેડતીના આરોપે ગામના લોકોએ આરોપીને નિર્વસ્ત્ર કરી પગરખાની માળા પહેરાવી અને

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ખાનપુર વિસ્તારમાં એક ગામમાં દલિત મહિલાની છેડતી કરવાના કેસમાં પીડિતાના પરિવારજનોએ ગામમાં આરોપીઓને નિર્વસ્ત્ર કરી પગરખાંની માળા પહેરાવી માર માર્યો હતો. ઝાલાવાડ જિલ્લાની આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આવી સ્થિતિમાં પોલીસે ઉતાવળમાં આઠ લોકોની ધરપકડ કરી છે.

ખાનપુરના ડીએસપી રાજીવ પરીહારે જણાવ્યું હતું કે, સરોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની રહેવાસી દલિત મહિલાએ શનિવારે મોડી રાત્રે એક યુવકને ઘરમાં ઘૂસીને તેની સાથે છેડતીનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન, બીજા દિવસે રવિવારે પીડિત મહિલાના પરિવારજનોએ આરોપીને ઢાબા પર બોલાવ્યો હતો અને ત્યાં હાજર લોકોએ આરોપી યુવકને ભારે માર માર્યો હતો અને નગ્ન કરી ગળા પર પગરખાની માળા પહેરાવી ગામમાં ફેરવ્યો હતો.

ઘટનાની માહિતી મળતાં સરોલા પોલીસ મથક પણ ઘટના સ્થળે પહોંચી આરોપી યુવકને બચાવી પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો.આ સાથે જ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યવાહીમાં આવ્યા હતા અને યુવકને નિર્વસ્ત્ર અને હુમલો કરવાના કિસ્સામાં પીડિતાના પરિવાર સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી તરફ આરોપી યુવકે જણાવ્યું હતું કે, તે નરેગા મેટ તરીકે કામ કરે છે અને મહિલા પણ ત્યાં જ કામ કરતી હતી, જેણે તેને એક મોબાઈલ આપ્યો હતો. જેના પર તેના પતિને પ્રેમ સંબંધની શંકા ગઈ હતી. આથી તેની સામે ખોટો અહેવાલ લખ્યા બાદ પાછળથી તેમને માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી દેવામાં આવ્યો હતો.

જોકે, છેડતીનો આરોપ ખોટો છે કે સાચો એ જાણવા મળ્યું નથી. પરંતુ ગામના લોકો દ્વારા કરવામાં આવેલી આ તાલિબાન ઘટનાએ પોલીસ માટે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. ઉપરાંત, પીડિતાના પરિવારને આરોપીને સજા કરવાનો અધિકાર કોણે આપ્યો? અને પોલીસ પારદર્શિતા સાથે પોતાનું કામ નથી કરી રહી? પીડિત પરિવારે કાયદો પોતાના હાથમાં લેવો પડ્યો? આવા પ્રશ્નો ઘણા છે, પરંતુ ફોટોગ્રાફ્સ બધાને આશ્ચર્યજનક અને મૂંઝવણમાં મૂકી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *