મહાશયની નવાબી જોઇને તમે પણ ચોંકી જશો- વડોદરા પોલીસે પકડાવી દીધો આટલા હજારનો મેમો

વડોદરા(Vadodara): શહેર પોલીસે શનિવારના રોજ સોશિયલ મીડીયા(Social media) એકાઉન્ટમાં એક વીડિયો પોસ્ટ મૂકીને શેર કર્યો છે. આ વિડીયો વાડી પોલીસ સ્ટેશનની હદમાં ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાડી પોલીસ સ્ટેશન નજીક આવેલ ગેંડીગેટના CCTV ફુટેજમાં એક વ્યક્તિ ચાલુ બાઈક ઉપર બન્ને હાથમાં બે મોબાઈલ રાખીને બાઈક ચલાવતા જોવા મળી રહ્યા છે.

વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, વ્યક્તિ બાઈક ચલાવતા-ચલાવતા પણ એક હાથે મોબાઈલથી વાત કરે છે અને બીજા હાથે મોબાઈલ પકડ્યો છે. બાઈકના સ્ટીયરીંગ પર હાથ નથી. આ બાઈક ચાલક પોલીસના CCTVમાં કેદ થઈ ગયો હતો. પોલીસે આ ચાલકને રૂા.1 હજારનો મેમો ઈશ્યુ કર્યો છે.

વડોદરા પોલીસે સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાનો વિડીયો પોસ્ટ કરીને નીચે કેપ્શનમાં લખ્યું છે કે, બે હાથમાં બે ફોન! એ પણ ચાલુ બાઈક પર! આ ભાઈની વ્યસ્તતા તો જુઓ. વડોદરા શહેર પોલીસે ઈશ્યું કરેલા મેમોમાં વાહન ચાલકનું નામ મુકેશ મખીજાની અને તરસાલીના રહેવાસી હોવાનું લખ્યું છે. જ્યારે આ CCTV ફૂટેજ 21 જાન્યુઆરીના રોજ સવારે 11:26 વાગ્યાના છે. પોલીસે 23 દિવસ બાદ આ ફૂટેજ સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂક્યો હતો.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. વીડિયોમાં અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, બે મોબાઇલ વાપરતો હોવાથી બે વખત દંડ ફટકારવો જોઇએ. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, મને લાગે છે કે આટલી રકમ ભરવા જતા આમનું કરોડોનું નુકસાન થઈ જશે… બહું વ્યસ્ત છે.

એક વ્યક્તિએ લખ્યું છે કે, એ ભાઈ એમની સાથે સાથે બીજા ઘણા લોકોના હાથ પગ ભાંગવા સક્ષમ છે. એની જગ્યાએ આ જોઈને એમના જેવા બીજા ઘણા લોકો સુધરી પણ જશે. એક વ્યક્તિએ લખ્યું છે કે, આના માટે એક લાખ રૂપિયા દંડ થવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *