Nashik, Maharashtra: એક એવી ઘટના સામે આવી છે જેણે માતા અને પુત્રના પવિત્ર સંબંધોને કલંકિત કર્યા છે. આ ઘટના મહારાષ્ટ્ર (Maharashtra) માં આવેલા નાસિક (Nashik) જિલ્લા માંથી સામે આવી છે. લોકોના જીવનમાં માતાનું સ્થાન સર્વોચ્ચ હોય છે. કોઈ પણ પુત્ર કે પુત્રી માતા વગરના જીવનની કલ્પના કરવી પણ અશક્ય હોઈ છે.
પરંતુ આ કળયુગમાં જન્મ આપનાર માતાની છેડતી દીકરાએ કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના નાશિક જિલ્લા માંથી સામે આવી છે. નાશિક જિલ્લામાં સગા પુત્રએ તેની માતાની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. માતાએ આ જઘન્ય ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપી પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોધાવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિત માતાએ તેના પુત્ર વિરુદ્ધ નાસિકના સાતપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોધાવી છે. પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ આઈપીસીની કલમ 504 અને 354 હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી પુત્ર આ ઘટના બાદ ફરાર થઇ ગયો છે.
હાલ પોલીસ આરોપી પુત્રની શોધમાં સંબંધિતના ઘરે દરોડા પાડી રહી છે. પીડિતા માતાએ કરેલી ફરિયાદ અનુસાર પુત્રએ છેડતી રાત્રિના અંધારામાં કરી હતી. આરોપી પુત્રએ પહેલા ઘરની લાઈટો બંધ કરી ત્યાર બાદ તેના કપડા ઉતાર્યા અને અને પીડિતાના શરીર પર હાથ ફેરવવા લાગ્યો.
પોતાના જ પુત્રના આ ઘૃણાસ્પદ કૃત્યથી માતા ભાંગી પડી છે. એમ પણ જાણવા મળ્યું છે કે દારૂના પૈસા ન આપવા પર માતા સાથે મારપીટ કરતો હતો અને પરંતુ પુત્ર દ્વારા તેની સગી માતા સાથે છેડતીની ઘટના સાંભળતા સમગ્ર નાસિક જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.