શેરબજારના નામે ઠગાઈ કરતી યુવતીની પોલીસે પોલ ખોલી, એવાએવા કામ કરતી હતી કે…

હાલમાં અમદાવાદ મ્યુનિ.ના નિવૃત્ત એન્જિનિયરને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના કેસમાં સાઇબર ક્રાઈમે ઈન્દોરમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા બાદ આ કૌભાંડમાં એકાઉન્ટનું કામકાજ સંભાળતી યુવતીની સાઇબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મ્યુનિ.ના નિવૃત્ત એન્જિનિયર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના કૌભાંડમાં સાઇબર ક્રાઈમ દ્વારા ઈન્દોરમાં રેડ કરી કોલ સેન્ટર પકડી 31 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ કરતા કોલસેન્ટરના પૈસા જમા કરાવવા બેંક એકાઉન્ટ મેન્ટેન કરવાનું અને ગ્રાહકોના ડેટા પૂરા પાડવાનું કામ શૈલી રાધેશ્યામ ગોયેલ કરતી હોવાનું જાણવા મળતા સાઇબર ક્રાઈમની ટીમ દ્વારા ઈન્દોરથી શૈલી ગોયેલની ધરપકડ કરવામાં આવી હતી.

શૈલી ગોયેલ દ્વારા તેના અન્ય એક મિત્ર વિનાયક સાથે મળીને લોકોને છેતરતા કોલ સેન્ટરમાં પૈસાનું મેનેજમેન્ટનું કામ સંભાળવામાં આવતું હતું. તે બોગસ કોલ સેન્ટરમાં એક ટ્રાન્ઝેક્શન પર 20 ટકા જેટલી રકમ કમિશન લેતી હતી. આ ઉપરાંત દર મહિને શૈલી બેંક એકાઉન્ટમાં 40થી 50 લાખ જમા કરાવતી હોવાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *