દિલ્હીના નિહાલ વિહારમાં એક મહિલાના મકાનમાં બે લૂંટારૂઓએ ચોરી કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપીએ તેના માથા પર પિસ્તોલ રાખીને ચોરી કરી હતી અને ઘરની બહાર તાળુ મારીને ભાગી ગયા હતા. પીડિતાની ફરિયાદ બાદ આ કેસની તપાસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ લૂંટ બીજા કોઈએ નહીં પરંતુ પીડિતાની બહેને જ કરાવી હતી.
નિહાલ વિહારમાં રહેતી પીડિત મહિલા શશીના સ્થળે આ આખી ઘટના બની છે. તેની ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે આ વિસ્તારના સીસીટીવીની તપાસ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે, આરોપી સ્થળ પરથી આશરે 200 થી 250 મીટરના અંતરે ઉભેલી સ્કૂટી ઉપર આવ્યો હતો. પીડિતાની ચીસો સાંભળ્યા બાદ કેટલાક પડોશીઓએ તેનો પીછો કર્યો, પરંતુ આરોપી ઘટનાસ્થળે સ્કૂટી છોડીને ભાગી ગયો હતો.
સ્કૂટીના નંબર પરથી જાણવા મળ્યું કે, આ સ્કૂટી માડીપુરના અમનના નામે રજીસ્ટર છે. પોલીસે સ્કૂટીના માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમન છેલ્લા ત્રણ વર્ષથી રજિસ્ટર્ડ સરનામાં પર રહેતો ન હતો. પોલીસે ચાલાકી કરીને સ્કૂટીને ત્યાં જ રહેવા દીધા.
થોડા સમય પછી એક વ્યક્તિ સ્કૂટી લેવા ત્યાં પહોંચ્યો હતો, ત્યારબાદ પોલીસે તેને સ્થળ પરથી પકડી લીધો હતો. પકડાયેલા આરોપીનું નામ સની છે અને તેણે ખુલાસો કર્યો કે, તેણે જ્યોતિ ઉર્ફે પરી નામની યુવતી સાથે મળીને આ ચોરીની યોજના બનાવી હતી. જ્યોતિએ સનીને કહ્યું હતું કે, તેની બહેન શશીના ઘરે ભારી રોકડ રાખવામાં આવી છે, ત્યારબાદ પોલીસે તેની જ બહેનના ઘરને લૂંટવાની યોજનામાં સામેલ જ્યોતિની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી રમકડાની પિસ્તોલ પણ મળી આવી હતી.
એવું કહેવામાં આવ્યું છે કે, જ્યોતિ અને સની PUBG રમતી વખતે એક બીજાને મળ્યા હતા. જ્યોતિને દારૂ અને ઓનલાઇન ગેમ પબજીનું વ્યસન હતું, જેના માટે તેને પૈસાની જરૂર હતી અને તેથી તેણે તેની બહેનને લૂંટવાની યોજના બનાવી હતી. પોલીસે જણાવ્યું કે, સની ડબરી એક્સ્ટેંશનનો રહેવાસી છે. તે છેલ્લા 3 વર્ષથી નારાયણા પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. હાલમાં લોકડાઉનમાં પ્રિન્ટિંગ પ્રેસ બંધ હોવાને કારણે તે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો.
જ્યોતિ તેની માતા અને બે નાની બહેનો સાથે રહે છે. તેણે અગાઉ સેકન્ડ હેન્ડ કારના વેપારી સાથે કામ કર્યું હતું, પરંતુ હાલમાં તે બેરોજગાર છે. તે PUBG ગેમ અને દારૂની વ્યસની છે. તેથી જ તેને પૈસાની જરૂર હતી અને તેના મિત્ર સાથે મળીને તેણે તેની જ બહેનને લૂંટવાનું કાવતરું ઘડ્યું હતું. તેને ખબર હતી કે, મોટી બહેનના ઘરે હંમેશાં 50 થી 60 હજાર રૂપિયાની રકમ હોય છે. ઘટનાના દિવસે જ્યોતિએ તેની બહેનના ઘરનો ચક્કર લગાવ્યો, તેણે જોયું કે તેની બહેન ઘરથી કોઈ કામ માટે બહાર ગઈ હતી, તેણે ફોન કરીને તેના મિત્રોને જાણ કરી, જે પછી આખી ઘટના થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.