મગદાળની ખીચડીમાં મેળવી લો ફક્ત આ એક વસ્તુ, તમારા શરીરમાં પૂરી થશે વિટામીન B-12ની અછત

Khichdi Health Tips: મગની દાળએ એક હલકો અને સારી રીતે પચે તેવો ખોરાક છે. સાથે સાથે તે પોષક તત્વથી પણ ભરપૂર છે. તેમાં પ્રોટીન, ફાઇબર અને વિટામિનની b-B-12ની (Khichdi Health Tips) સારી માત્રા હોય છે. સાથે જ આ દાળમાં આયર્ન પણ હોય છે. જે લોકોને શરીરમાં લોહીની ટકાવારી ઓછી હોય તેમણે મગદાળની ખીચડીનું સેવન જરૂરથી કરવું જોઈએ. આ ઉપરાંત મગની દાળની ખીચડી બનાવતી વખતે તેમાં ટોફું મિક્સ કરી દો છો, તો તેના સ્વાસ્થ્ય લાભ બે ગણા વધી જશે. સોયા અને પનીરમાંથી તૈયાર કરવામાં આવેલ ટોફું માં ભરપૂર માત્રામાં વિટામીન B-12 હોય છે. જે શરીરમાં વિટામીન B12ની અછતને પૂરી કરે છે. આ ઉપરાંત અન્ય પણ ઘણી એવી વસ્તુઓ છે જે ખીચડીમાં મિક્સ કરી તમે પોષક તત્વો મેળવી શકો છો.

મગદાળની ખીચડીમાં શું નાખવું જોઈએ?
તમે મગ દાળની ખીચડીમાં ઘી જરૂરથી મિક્સ કરો. તેનાથી તમારા શરીરમાં તાકાત આવે છે.તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

ઘી અને ટોફું મિક્સ કરવા ઉપરાંત તેમાં આદુ, હળદર. જીરું. તાજા શાકભાજી અને બીજ પણ મિક્સ કરી શકો છો. આ તમારી ખીચડીને પૌષ્ટિક બનાવશે.

ખીચડી ખાવાના ફાયદા
આ ખીચડી ખાવાથી તમારું વજન યથાવત રહેશે. સાથે જ તેનાથી શરીરમાં ગુડ ફેટની માત્રા વધશે. તે પેટને હળવું રાખવામાં મદદ કરે છે અને પાચનતંત્રમાં પણ સુધારો લાવે. છે.

સાથે જ મગની દાળમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ સારા પ્રમાણમાં હોય છે. હૃદય સંબંધિત બીમારીઓમાં પણ ડોક્ટર કાયમ મગદાળની ખીચડી ખાવાની સલાહ આપે છે. મગની દાળમાં રહેલા વિટામીન મિનરલ અને એન્ટિઓક્સિડન્ટ ઇન્ડિયન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. જેનાથી તમારા શરીરમાં સંક્રમણ અને બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધતી છે.

તમને જણાવી દઈએ કે મગદાળની ખીચડી તમે સવારે નાસ્તામાં ખાઈ શકો છો. જેનાથી આખો દિવસ તમને તમારા શરીરમાં ઊર્જાનો અનુભવ થશે.