હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ઘણાં લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. ઘણાં લોકોને પાકીટ હમેશા ખાલી જ પડ્યું રહેતું હોય છે. તો અમે આજ આપની આ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યાં છીએ.
બધાં જ લોકોની એવી ઇચ્છા રહેલી હોય છે, કે એમનું પાકીટ હંમેશા ભરેલું જ રહે તેમજ નકામો ખર્ચો પણ ન થાય. પણ વધુ પૈસા કમાવવાં માટે સખત મહેનતની સાથે જ સારી કિસ્મત પણ મહત્વ રાખે છે. અમુક પરિસ્થિતિમાં તો મહેનત કર્યાં પછી પણ પૂરતું ધન નથી મળતું તથા વધુ ખર્ચને લીધે બચત પણ થતી નથી.
જ્યોતિષ પ્રમાણે કુંડળીમાં જો કોઈ ગ્રહ બાધા હોય તો માણસને ઘણી ગરીબીનો પણ સામનો કરવું પડી શકે છે.જ્યોતિષ પ્રમાણે ગરીબીને દૂર કરવાં માટે અસંખ્ય કારગર ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોને અજમાવવાં માટે કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય તે દૂર થઈ જાય છે.
જો કોઈપણ કારણે ધન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો આ ઉપાયોથી આ તમામ સમસ્યાને દૂર પણ કરી શકાય છે.કોઈપણ શુભ મૂહૂર્ત કે અક્ષય તૃતીયા તેમજ પૂર્ણિમા અથવા તો દીવાળી તેમજ અન્ય કોઈ મૂહૂર્તમાં સવારે જલ્દી ઉઠવું.
તમામ જરૂરી કાર્યમાંથી નવરાં થઈને લાલ રેશમી કપડાં લો. હવે એ લાલ કપડામાં ચોખાનાં કુલ 21 દાણા રાખવાં. ખાસ ધ્યાન રાખવું કે ચોખાનાં તમામ કુલ 21 દાણા સંપૂર્ણ રૂપથી અખંડિત હોવાં જોઈએ એટલે કે કોઈપણ દાણો તૂટેલો ન હોવો જોઇએ. આ તમામ દાણાને કપડામાં જ બાંધી લેવાં.
ત્યારપછી ધનની દેવી એટલે કે માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજન કરવું. પૂજામાં આ લાલ કપડામાં બાંધેલ ચોખાનાં તમમ દાણા પણ રાખવાં. પૂજન બાદ આ લાલ કપડામાં બંધાયેલ તમામ ચોખાને તમારા પર્સમાં છુપાવીને રાખી લો.
આવું કરતાં પર થોડાક જ સમયમાં ધનથી સંબંધીત આપની તમામ પરેશાની દૂર પણ થવાં લાગશે. ખાસ ધ્યાન રાખો કે ફક્ત પર્સમાં કોઈપણ અધાર્મિક વસ્તુને ક્યારેય પણ ન રાખવી જોઈએ. આની સાથે જ પર્સમાં સિક્કા તેમજ નોટ પણ અલગ-અલગ વ્યવસ્થિત રીતે રાખવાં જોઈએ. કોઈપણ જાતની બિનજરૂરી વસ્તુને પર્સમાં ન રાખવી જોઈએ. આ વાતની સાથે જ મનુષ્યને પોતાનાં સ્તર પણ ધન પ્રાપ્તિની માટે પૂરા પ્રયત્ન કરવાં જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews