અમદાવાદ સિવિલમાં યુવકે ચોથા માળેથી લગાવી મોતની છલાંગ- પરંતુ થયું એવું કે બચી ગયો જીવ- જુઓ કેવીરીતે

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિએ ચોથા માળેથી છલાંગ લગાવીની આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ યુવક નીચે પતરાં પર પટકાતાં તેનો જીવ બચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, આજે સવારે એક યુવકે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં G બ્લોકના ચોથા માળેથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકને ચોથા માળેથી છલાંગ લગાવતાં પહેલાં ત્યાં હાજર લોકોએ બુમો પાડીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે કોઈનું માન્યા વગર છેવટે ચોથા માળેથી નીચે પડતું મુક્યું હતું. સારા નસીબે તે પતરાં પર પડતાં તેનો જીવ બચી ગયો હતો. સ્થાનિક લોકોએ યુવકને બચાવવા માટે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડની બે ગાડીઓ હોસ્પિટલમાં પહોંચી હતી. બાકીની રેસ્ક્યુ વાહનો રવાના કરવામાં આવ્યા હતા.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડના અધિકારી તેને બચાવવા સમજાવી રહ્યા હતા. તે દરમિયાન યુવકે નીચે કૂદકો મારી દીધો હતો. તાત્કાલિક સારવાર માટે યુવકને સિવિલ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનું નામ નરેશ સોલંકી હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યાના પ્રયાસનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *