‘ખતરોં કે ખિલાડી’ અને રિયાલિટી શો ‘બિગ બોસ’ સીઝન વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું થયું દુઃખદ નિધન

ગતવર્ષે બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપુતે ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ તથા CBI ની તપાસમાં અભિનેતાના નિધન થયા બાદના એક વર્ષ બાદ પણ…

ગતવર્ષે બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપુતે ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ તથા CBI ની તપાસમાં અભિનેતાના નિધન થયા બાદના એક વર્ષ બાદ પણ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આવા સમયમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાલમાં જ નિધન થયું છે. મુંબઈમાં આવેલ કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ફક્ત 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લનું હાર્ટ એટેકથી નિધન થયું છે. મળતી માહિતી મુજબ, અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલા દવા ખાધી હતી. પરંતુ ત્યાર બાદ તે ઉઠી ન શક્યો. હોસ્પિટલમાં પછીથી પુષ્ટિ કરવામાં આવી કે, સિદ્ધાર્થનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.

આ દવા ખાધા પછી તે ઉઠી શક્યો ન હતો. હોસ્પિટલે બાદમાં પુષ્ટિ કરી હતી કે, સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. TV ઇન્ડસ્ટ્રીનું મોટું નામ સિદ્ધાર્થ શુક્લાએ રિયાલિટી શો બિગ બોસની 13 મી સીઝન જીતી હતી. આની સિવાય તેણે ખતરોં કે ખિલાડીની 7 મી સિઝન પણ જીતી હતી. સિરિયલ બાલિકા વધુથી સિદ્ધાર્થ શુક્લે દેશના તમામ ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી.

આ અભિનેતાએ ‘બાલિકા વધુ’ સીરીયલમાં કામ કર્યું હોવાથી ઘરે-ઘરે પોતાની એક અલગ જ છાપ ઉભી કરી બતાવી છે. આની સાથે જ એણે સલમાન ખાનનો રીયાલીટી શો ‘બીગ બોસ’ ની 13 મી સીઝનમાં પણ ભાગ લીધો હતો કે, જેમાં તે આખી સીઝનનો વિજેતા પણ બન્યો હતો.

આની સાથે-સાથે જ રોહિત શેટ્ટીનાં ‘ખતરો કે ખિલાડી’ શો માં પણ ભાગ લીધો હતો. જેમાં પણ તે 7 મી સીઝનનો વિજેતા બન્યો હતો. આમ, અચાનક જ અભિનેતાનું દુઃખદ અવસાન થતા પરિવાર તથા ચાહકોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

મુંબઇમાં 12 ડિસેમ્બર 1980એ જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ 2004માં તેણે ટીવીથી એક્ટિંગ ડેબ્યૂ કર્યુ હતુ. 2008માં તે ‘બાબુલ કા આંગત છૂટે ના’ નામની ટીવી સિરિયલમાં જોવા મળ્યો હતો. પરંતુ તેની અસલી ઓળખ બાલિકા વધૂ સીરીયલથી થઇ હતી જેણે તેને ઘર-ઘરમાં ફેમસ બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *