Youth died of heart attack in Patan, Gujarat: ગુજરાતમાં હાર્ટ એટેક (heart attack) થી મોતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે પાટણમાં હાર્ટ એટેક (heart attack in Patan) થી વધુ એક જુવાન જોધ દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. આ દરમિયાન પાટણ જિલ્લામાં હાર્ટ એટેક વધુ એક યુવાનનો ભોગ લીધો છે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી, હાર્ટ એટેકની ઘટનાઓમાં ચોકાવનારો વધારો થઈ રહ્યો છે. તે દરમિયાન પાટણના વારાહી માં રહેતા જયેશ પ્રજાપતિ નામના યુવાનો ટેક થી મોત થયું છે. પાટણના વારાહી માં GEB માં ફરજ બજાવતા જયેશ પ્રજાપતિને ફરજ દરમિયાન જ હાર્ટ એટેક આવી ગયો હતો, આ સમાચાર સાંભળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જયેશ પ્રજાપતિ GEB માં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. નાની ઉંમરે જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવાર માથે દુઃખના પહાડો તૂટી પડ્યા છે.
થોડા દિવસ પહેલા જ પાટણના હારીજમાં થયું હતું મોત
ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ પાટણના હારીજ ખાતે એક વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ કાળ આંબી ગયો હતો. હારીજ ખાતે રાધા કૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કરનું હાર્ટ એટેકથી મોત થયું હતું. અડધી રાત્રે તેમના નિધનથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં ફક્ત પાટણ જિલ્લામાં 15 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
અસહ્ય ગરમી બને છે હાર્ટ એટેક નું કારણ?
તમને જણાવી દઈએ કે, હાર્ટ એટેકની સૌથી વધુ સમસ્યા એવા લોકોને થાય છે જેનું હૃદય નબળું હોય છે. નબળા હૃદય વાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી જેના કારણે હૃદયમાં દબાણ સર્જાય છે અને હાર્ટ એટેકની સંભાવના ખૂબ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં આવા લોકોએ બ્લડપ્રેશરને સામાન્ય રાખવું ખૂબ જરૂરી છે.
આ લક્ષણોને ભૂલથી પણ નજર અંદાજ નહીં કરતા
માથામાં દુખાવો, અચાનક પરસેવો છૂટવો, નાડીનું તેજ ચાલવું, અચાનક ધબકારા વધવા, ઉલટી થવી, નબળાઈ અનુભવી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.