સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ફોટોગ્રાફી કરતા બાઈક ખીણમાં પડી, યુવકનું દર્દનાક મોત

Saputara Accident: સાપુતારામાં એક ફોટોગ્રાફર યુવકનો ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમા હોસ્પિટલમાં લઈ જતા સમયે યુવકે (Saputara Accident) તેના અંતિમ શ્વાસ લીધા અને તેનું કરૂણ મોત નિપજ્યું છે. યુવકની બાઈકની બ્રેક ફેઈલ જતા બાઈક કાબૂની બહાર જઈ ખીણમાં ખાબકી હતી.

ભંયકર અકસ્માતમાં એક યુવકનું મોત
સાપુતારામાં અકસ્માતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમારા પણ રૂંવાડા 2 ઘડી માટે ઉભા થઈ જશે. અહીંયા એક યુવકનું ફોટોગ્રાફરનું કરુણ મોત નિપજ્યું છે. જેમાં હોસ્પિટલ લઈ જતા સમયે યુવકે અંતિમ શ્વાસ લીધા હતા.

આ ભયંકર અકસ્માતમાં યુવકનું કરુણ મોત નિપજ્યું છે.અકસ્માતને કારણે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તે સમયે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. જેથી હાલ તેના પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયા છે.

યુવક ફોટોગ્રાફર હતો
જે યુવકનું મોત નિપજ્યું છે તેનું નામ ધનંજય ચૌરસિયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ એવી માહિતી પણ સામે આવી છે કે યુવક મૂળ બિહારનો રહેવાસી હતો. તેની બ્રેક ફેઈલ જવાને કારણે તેની ગાડી ખીણમાં ખાબકી હતી. યુવક સાપુતારામાં આવેલ ટેબલ પોઈન્ટ પર ફોટોગ્રાફી કરવાનું કામ કરતો હતો. યુવકના અકસ્માત બાદ તેને 108 દ્વારા તાત્કાલિક સામગાહન સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેણે શ્વાસ છોડી દીધા અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. જેથી આ અકસ્માતની ઘટના હાલ આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે સાપુતારામાં આવેલ ટેબલ પોઈન્ટ પર ફોટોગ્રાફીનું કામ કરતો હતો. જેમાં બ્રેક ફેઈલ થતા ઘાટમાં તેની બાઈક ખીણમાં ખાબકી અને આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું કરુણ મોત નિપજ્યું છે. જેમાં હોસ્પિટલ લઈ જતા સમયે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.તેમજ આ ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.