અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર ગેસના ટેન્ક બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

Ahemdabad Accident: દાહોદના ગરબાડા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગેસ ભરેલા ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 44 વર્ષીય ઈસમ (Ahemdabad Accident) રોડ પર 15 ફૂટ ઢસડાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની ઘટનામાં યુવકનું ઘટના સ્થળે મોત થયું
રાજ્યમાં દિવસે દિવસે વિવિધ જિલ્લાઓમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ માં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ભારદારી વાહનોના કારણે અનેક નિર્દોષ નાગરિકોના મોત થઈ રહ્યા છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસની નામ પુરતી ડ્રાઇવ શોભાના ગાંઠિયા સમાન બની હોય તેમ લાગી રહ્યું છે.

દંડનીય કાર્યવાહી કર્યા બાદ આવા ભારદારી વાહનોને છોડી મૂકવામાં આવતા હોય છે અને તેવા જ વાહનોના અડફેટે અકસ્માતોમાં કેટલાય લોકો મોતને ભેટતા હોય છે. દાહોદ જિલ્લાના ગરબાડા ચોકડી નજીક અકસ્માતની ઘટનામાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હોવાની ઘટના બની હતી.

મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો
દાહોદના ગરબાડા ચોકડી નજીકથી 44 વર્ષીય યુવક બાઇક પર પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન ગેસ ભરેલા ટેન્કરે તેને પાછળથી ટક્કર મારતા બાઈક સવાર યુવક 15 ફૂટ દૂર સુધી ઘસડાયો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું મોત થયું હતું. બનાવ અંગે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ હાઇવે મોતનો માર્ગ
આ હાઈવે પર અનાર નવાર માર્ગ અકસ્માતોના બનાવો બની રહ્યાં છે અને જેમાં પોતાના સમાજના લોકો આ માર્ગ અકસ્માતનો ભોગ બની રહ્યાં છે કારણ કે, પોતાના રહેણાંક મકાનો તેમજ રોજગાર ધંધા સહિત આજીવિકાનું માધ્યમ આ વિસ્તારમાં આવેલ છે. કાયમ આ હાઈવે પરથી જીવના જોખમે લોકોને પસાર થવું પડે છે.