માર્બલ ભરેલી ટ્રક સાથે સિમેન્ટ ટેન્કર અથડાતાં 25 વર્ષીય યુવકના થયાં બે ટુકડા, ઘટના સ્થળે જ મોત

Sabarkantha Accident: સાબરકાંઠાના પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક આજે (11મી જાન્યુઆરી) સવારે ટ્રક અને સિમેન્ટના ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો (Sabarkantha Accident) હતો. જેમાં 25 વર્ષીય ટેન્કર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રક સાથે સિમેન્ટ ટેન્કર અથડાયું હતું.

આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કર્યા હતા અને મૃતદેહને પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

ચોકીદારના શરીરના બે ટુકડા થઈ ગયા
આજે સવારે પ્રાંતિજના કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. ટેન્કર ડ્રાઈવરનું મૃત્યુ થતાં પરિવારમાં શોક ફેલાયો છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રક સાથે વન્ડર સિમેન્ટ ટેન્કર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપભાઈ પ્રહલાદભાઈ ચોકીદારના શરીરના બે ટુકડા થઈ ગયા હતા.

મૃતદેહને પ્રાંતજની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
અકસ્માતની માહિતી મળતાં જ પ્રાંત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કરવામાં આવ્યા હતા અને મૃતદેહને પ્રાંતજની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર હીરાલાલ રામજીભાઈ રબારી (રાજસ્થાન, ઉદયપુર) ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ગંભીર અકસ્માત ફરી એકવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત વાહન ચલાવવાનું મહત્વ દર્શાવે છે.